Abhayam News
Abhayam

ગુજરાતના માથે વધુ એક મુસીબત: કોરોના વચ્ચે નવો રોગચાળો ફાટી નિકળ્યો જુઓ પૂરી ખબર…

  •  મ્યૂકર માઇકોસિસ ના અમદાવાદમાં 30
  • મ્યૂકર માઇકોસિસ સુરતમાં 100

કોરોનાનું સંક્રમણમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોના કેટલાય લોકોને ભરડામાં લઇ ચુક્યો છે અને બીજા કેટલાક લોકોને પોતાના સકંજામાં લે એ તો આવનારો સમય જ બતાવી શકે. ત્યારે ગુજરાતમાં પણ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વધુ એક બીજા રોગની એન્ટ્રી થઈ ચુકી છે.

કોરોના કરતા વધુ ખતરનાક સ્વરૂપ અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળ્યું છે. “મ્યુકરમાઈકોસીસ” ના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે. વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો.

કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા 40 જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે. આ બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે. પ્રતિદિવસ દર્દીને 6 જેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત પાંચથી સાત હજાર રૂપિયા જેટલી થાય છે. જેથી સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

સિવિલ હોસ્પિટલોના સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ રોગનું જોખમ લોહીની ગાંઠો થઈ જવી, ફેફસામાં ઇનફેક્સન લાગવું અને સ્ટેરોઈડ અથવા તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ખાનગી અને સરકારી હોસ્પીટલમાં આ 80 જેટલા કેસો જોવા મળી રહ્યા છે.

આ બીમારીનું સૌથી વધુ જોખમ ડાયાબીટીસના દર્દીઓમાં રહેલું છે. આ બિમારીથી બચવા સૌથી વધુ સ્વચ્છતા રાખવી અને પૌષ્ટિક આહાર લેવો તે એકમાત્ર રામબાણ ઈલાજ છે. તેવું તબીબોનું કહેવું છે. અત્યાર સુધી મ્યુકરમાઇકોસીસના 200 જેટલા કેસ સામે આવી ચુક્યા છે..

કોરોનાનો કેર યથાવત્ છે ત્યાં હવે મ્યુકોરમાઇકોસિસે પણ માથું ઉંચકવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

અમદાવાદમાં 30 દર્દી દાખલ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ૩૦થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર હેઠળ છે. હાલમાં અમદાવાદ સિવિલ ખાતે દરરોજના સરેરાશ ૩થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો ત્યારથી ડિસેમ્બર સુધી મ્યુકોરમાઇકોસિસના 125 દર્દીઓને અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામં આવી હતી. આ પછી ફેબ્રુઆરી સુધી તેના માંડ 1-2 દર્દી આવ્યા હતા. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ફરી એકવાર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં વધારો થયો છે.

મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા દર્દીનો સી.ટી-સ્કેન અને એમ.આઇ.આર. કરાવી ઇન્ફેક્શનનું પ્રમાણ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત ફંગસનું સેમ્પલ લઇ તેની બાયોપ્સી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ફંગસ આંખ, નાક અને મગજ સહિતના શરીરના કયા-કયા ભાગમાં ફેલાઇ ચૂકી છે તેનું નિદાન કરવામાં આવે છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના ડો. દેવાંગ ગુપ્તાએ જણાવ્યું કે, ‘કોરોના થાય તો વિશેષ કરીને ડાયાબિટિસના દર્દીઓએ ડાયાબિટિસમાં વધારો ન થાય તેની વિશેષ તકેદારી રાખવી જોઇએ. કોરોનાની સારવાર બાદ ખાસ કરીને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટિસના દર્દીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તેમણે ખાસ કરીને નેઝલ હાઇજીન એટલે કે શરદી ન થાય તેનું તેમણે ધ્યાન રાખવું જોઇએ. આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન હોય છે. સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેમાં ફંગલ ઇન્ફેક્શન થાય અને ત્યારબાદ તે ગતિ પકડે છે.

રોગના લક્ષણો:
ચહેરાના એક ભાગમાં સોજો આવવો.
માથાનો દુખાવો થવો.

સાઈનસ(નાકની આજુબાજુનો ભાગ) જામ થઈ જવું.
નાક ઉપર કે અંદર કાળા ચાઠાં પડવા.
છાતીમાં દુખાવો થવો.

ઉલટી થવી.
કફ થવો.
પેટમાં દુખાવો થવો

ઉપલા જડબામાં દુખવું
ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા
આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું

શું છે મ્યૂકર માઇકોસિસ બીમારી?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મ્યૂકર માઇકોસિસ એક ફંગલ ઇન્ફેક્શન છે જે હવામાં રહેલા તેના બેક્ટેરિયા થી ફેલાય છે મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે. તેમજ જડબા નું હાડકું પણ નીકળવું પડે છે . આ બીમારી માણસનું ૫૦% મગજ પણ ખરાબ કરી શકે છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, મ્યુકર માઈકોશીસની એક માત્ર ઈન્જેકશન છે જે એમફોટોરીશીન બી છે અને આ ઈનજેકશન સળંગ ૪૨ દિવસ લેવા પડે છે જેની કિંમત પણ એક ઈનજેકશનના ૧૫થી લઈ ૧૮ હજાર રૂપિયા છે. અને આ રોગ કોરોના ના દર્દીમાં લાગે તો ૧૦ દિવસમાં જ તેનું મોત થઈ શકે છે.

Related posts

શું વધુ એક ડોઝ લેવાની પડશે જરૂર ? 

Vivek Radadiya

કૃષિમંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદ કરી જાહેરાત

Vivek Radadiya

24 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

Vivek Radadiya