Abhayam News
Abhayam

કોરોના સામે ની જંગમાં ગુજરાતની મદદે સોમનાથ ટ્રસ્ટ આવ્યું મેદ્દાન માં જુઓ અત્યાર સુધીજાણો કેટલું કરી ચુક્યું છે દાન…

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા કોરોના સામેની લડાઈમાં મદદ કરવામાં આવી રહી છે.

  • ગુજરાત ની મદદે આવ્યા ભોળાનાથ
  • મહામારી ની લડાઈ માં ઉતાર્યું સોમનાથ મંદિર ટ્રસ્ટ
  • મહામારીની લડાઇમાં સોમનાથ ટ્રસ્ટની અનોખી સેવા 
  • ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખનું દાન
  • ગેસ્ટહાઉસના 72 રૂમ કોવિડ કેર માટે સોંપાયા
  • 200થી વધુ દર્દીઓને ટિફિન સેવા

ભારતમાં સતત વધતાં કોરોના વાયરસના કેસની વચ્ચે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી રહી છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર સોમનાથના ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસ સામે દર્દીઓની સેવા માટે નિર્ણય લેવામાં આવ્યા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન પ્લાન્ટ માટે રૂા. 50 લાખનું દાન આપવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યો છે.  કોરોના દર્દીઓની સારવારની ઉત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ સાથે રહીને સેવા કરી રહી છે.

ટિફિન સેવા પણ કરવામાં આવી રહી છે 

હાલ કોરોના મહામારીની મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંવેદનશીલતા સાથે કામગીરી કરી રહ્યું છે. ગીર-સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને બેડ, ઓક્સિજનની સુવિધામાં વધારો કરી શકાશે. તેમજ 200થી વધુ કોરોનાના દર્દીઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે. 

કોરોના સામે આગળ આવ્યું સોમનાથ ટ્રસ્ટ 

સોમનાથ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રિમસ્થાને હોય છે. સોમનાથ ટ્રસ્ના ટ્રસ્ટીશ્રી પી. કે. લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ રહે છે. આથી ઓક્સિજન પ્લાન્ટ માટે રૂા. 50 લાખનું દાન આપવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગને આ પ્લાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી નીવડશે.(shors by:VTV)

Related posts

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા રાહતસામગ્રી સૌરાષ્ટ્ર તરફ રવાના..

Abhayam

સરકારે 120 યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી

Vivek Radadiya

કોણ છે હીરાલાલ સામરિયા જે બન્યા મુખ્ય માહિતી કમિશનર?

Vivek Radadiya