Abhayam News
AbhayamNews

સુરતના પુણા વિસ્તારમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા મેયર નો અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો…

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરેલા હુમલાઓ, અમાનવીય અત્યાચારો અને ભાજપના કાર્યકર્તાઓની હત્યા સામે આજે સવારે ૧૦ વાગ્યે સીતાનગર ચાર રસ્તા પર વોર્ડ નંબર ૧૬ ના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહીને વિરુધ કરવાનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. વિરોધમાં સુરતના મેયર હેમાલી બોઘવાલા પણ ઘરણા પર બેસવા આવી પહોચ્યા હતા. પરંતુ ધરણા પર બેસવા આવેલા મેયર સામે ભાજપના જ કાર્યકર્તાઓએ એવા તીખા સવાલો ઉભા કર્યા હતા અને મેયરને બધા આયોજનો રદ કરી અને માંગ સાંભળ્યા વગર જ  પાછું ફરવું પડ્યું હતું.

દેશમાં કોરોનાથી સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. સાથે સાથે જ ગુજરાત રાજ્યમાં પણ પરીસ્થીતી વધારે કથળી છે. એકતરફ હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા છે અને બીજીબાજુ ઈન્જેકશન ગોતવા માટે સામાન્ય જનતાને શહેરના ખૂણે ખૂણે ભટકવું પડે છે. આ ઘટનામાં સૌથી વધારે તકલીફ હાલમાં અંધભક્તોને પડી રહી છે અને આજે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.

સુરતના પુણા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ ધરણા પર બેસવા આવેલા મેયરને નિશાને લીધા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની કથિત હત્યાઓના વિરોધમાં ફોટોગ્રાફીના ઈરાદે સુરતના મેયર હેમાલી બોઘાવાલા ધરણા કરવા આવી પહોચ્યા હતા અને તે આવે એ પહેલા જ ભાજપના કાર્યકરોએ હાલની પરિસ્થીતીથી કંટાળીને મેયર સામે ઉગ્ર વિરુધ કરવાનો શરુ કર્યો હતો.

ભાજપના કાર્યકરોનો મેયર ઉપર રોષ હતો કે, આપણા કાર્યકરો મરી રહ્યા છે, તેમને ઇન્જેકશનો અપાવો. અમારી બેનો દીકરીઓ મરી રહી છે. અમે ભાજપના કાર્યકર્તાઓ છીએ તેમછતાં યોગ્ય સારવાર અને ઈન્જેકશન નથી મળી રહ્યા. ધરણા પર બેસવા આવેલા મેયર પોતાના જ આગેવાનોની માંગ સાંભળ્યા વગર ભાગ્યા હતા. “હાય રે, મેયર.. હાય હાય” ના નારા લાગ્યા હતા અને પરિસ્થિતિ પારખી જતાં મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતાં.


સ્થાનિક લોકો અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ મેયરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં કોવિડ સંક્રમણમાં મેયર યોગ્ય સુવિધાઓ દર્દીઓને આપી શક્યા નથી.રેમડેસિવિર જેવા જીવન રક્ષક ઇન્જેક્શનો સતત અભાવ વર્તાતો જોવા મળ્યો હતો. તેમજ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. એ સુવિધાઓ યોગ્ય રીતે ઉભી કરવાને બદલે હજી પણ ગંદી રાજનીતિ રમતા મેયરનો વિરોધ કરવામાં આવ્યો છે

સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે, શહેરમાં કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોત થઈ રહ્યા છે. તેને અટકાવવાને બદલે મેયર આ રીતે વિરોધ પ્રદર્શનમાં પોતાનો સમય વેડફી રહ્યા છે.આ સમયે વિરોધ પ્રદર્શન કરવાનો નહીં. પરંતુ પોતાના શહેરના લોકો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી હતી(સોર્સ :-દિવ્ય ભાસ્કર )

Related posts

દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો

Vivek Radadiya

13 જુલાઈથી શરૂ થનારી વનડે સિરીઝ હવે આ તારીખથી શરૂ થઈ શકે છે….

Abhayam

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દિવસે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 352 રક્તયુનિટ એકઠું કરાયું…

Abhayam