Updated By: May 12, 2021
- કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત…
- પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ
- બેઠકમાંબેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
- દેશમાં જ થશે ‘બેટરી સ્ટોરેજ’નું ઉત્પાદન
- બેટરી સ્ટોરેજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 18100 કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવને આજે મંજૂરી આપી.
- 50,000 મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન .
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ. બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 18100 કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવને આજે મંજૂરી આપી દીધી છે. તેનાથી 50,000 મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે.
આ પણ વાંચો:સી.આર.પાટીલે આપી ચીમકી જાણો શુ છે પુરી ખબર.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બેટરી સ્ટોરેજ ખુબ મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડના બેટરી સ્ટોરેજ ઇક્વિપમેન્ટ આપણે આયાત કરીએ છીએ. આજે જે નવી પીએલઆઈ જાહેર કરવામાં આવી છે તેના કારણે આયાત ઓછી થશે સાથે ભારતમાં ઉત્પાદન પણ શરૂ થશે.
જાવડેકરે કહ્યુ કે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સને પ્રોત્સાહન મળશે. લાંબા સમય સુધી ચાલનારી અને જલદી ચાર્જ થનારી બેટરી આજના સમયની માંગ છે. આ સિવાય સોલર પાવર પ્લાન્ટ ભારતમાં ખુબ લાગ્યા છે. તેની નજીત 136000 મેગાવોટ સોલર વીજળીનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ આ વીજળીનો દિવસે ઉપયોગ કરી શકીએ રાત્રે નહીં.
સાચા ને સૌથી ઝડપી સમાચાર મેળવવા નીચેની લિંક પર ક્લીક કરો.