કરોડોની સંપતિ છોડીને હીરા વેપારીની દીકરી લેશે દીક્ષા મૂળ વાવના વતની અને હીરાના વેપારી જયેશભાઈ સુરતમાં સ્થાયી થયા છે. તેમની કરોડોની સંપત્તિ છોડીને દીકરી સીમોની સંયમનો માર્ગ અપનાવશે.
સુરત: શહેરના હીરા વેપારીની દીકરી સિમોની મહેતા છઠ્ઠી ડિસેમ્બરના રોજ સંયમનો માર્ગ અપનાવવાના છે. કરોડોની સંપતિ છોડીને સિમોની આવતીકાલે દીક્ષા લેવાના છે. ત્યારે દીક્ષા પહેલા આજે વર્શિદાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકો જોડાયા હતા.
કરોડોની સંપતિ છોડીને હીરા વેપારીની દીકરી લેશે દીક્ષા
શહેરના વેસુ વિસ્તારમાં રહેતા મહેતા પરિવારની દીકરી મુમુક્ષુરત્ના સિમોની મહેતા 27 વર્ષની ઉંમરે તારીખ છઠ્ઠી ડિસેમ્બરના રોજ દીક્ષા લેવા જઈ રહી છે. ત્યારે 6 ડિસેમ્બરના રોજ મુમુક્ષ રત્ના સીમોની મહેતાની વરસીદાન યાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
જૈનશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, દરેક ભૌતિક સામગ્રીનો ત્યાગ કરીને દીક્ષા લેવી જોઈએ. ત્યારે સિમોની મહેતાએ છેલ્લા નવ વર્ષોથી ઓમકાર સુરીશ્વરજી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ભક્તિ યોગચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં જતા હતા ત્યાર પછી દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું .
સીમોની મહેતાના પિતા જયેશભાઈ મહેતા ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે સીમોની મહેતાનો એક મોટો ભાઈ અને અને એક નાની બેન છે. આ સાથે માતા ચંદ્રિકાબેન મહેતા ઘર સંભાળે છે. આ દુનિયાની મોહ માયા છોડીને બધા જ પ્રકારની ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરીને દીક્ષા લેવા જઈ રહી છે.
આ વરસીદાન યાત્રાના વરગોડોમાં વિવિધ પ્રકારની ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી. જેમાં હાથી, ઘોડા, બળદ ગાડી, ઊંટ ગાડી તેમજ ગુજરાતી પરંપરાનો ગરબો પણ દર્શાવવામાં આવ્યો હતો.
જૈન સમાજમાં સૌથી વધારે દીક્ષા ગુજરાતમાં સુરતમાં લેવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક દીક્ષા સુરતમાં લેવાઇ છે.
આજના આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આવતીકાલે દીક્ષા છે તેના આગલા દિવસે વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે