સુરતમાંથી મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું રાંદેર પોલીસે અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણ અને તેની પત્ની ફરઝાનાબીબી, અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
સુરતઃ હાઈપ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે રાંદેર વિસ્તારમાં રહેતું દંપતી મુંબઈની એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવી ઘર નજીક જથ્થો છુપાવી રાખ્યો હતો. ત્યારે જરૂર પડે તેમ જથ્થો લઈને પોતાની રહેણાકવાળી જગ્યાએ સંતાડી રાખી અમુક જથ્થો લઈ ફોરવ્હીલ ગાડી મારફતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી અવાવરૂં જગ્યાઓને ટાર્ગેટ બનાવતા હતા. ત્યાં અવાવરૂ જગ્યાની આડમાં ચોરી છુપેથી મેફેડ્રોન ડ્રગ્સનો વેપલો કરવાની મોડસ ઓપરેન્ડી વેપાર કરતા દંપતીને સુરતની રાંદેર પોલીસે ઝડપી પાડી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત પોલીસે ‘SAY NO TO DRUGS, DRUG FREE SURAT’ અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં નશાનો કારોબાર કરતા હોય તેવા ઇસમોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી લાંબા સમયથી કરી રહી છે. ત્યારે આજે સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે, સુરત રાંદેર તાડવાડી ગોમતીનગર મકાન નંબર બી/૨૨ ખાતે અયુબખાન પઠાણ તથા તેની પત્ની ફરઝાના પઠાણ નાઓ એમ.ડી. ડ્રગ્સ વેચાણ સારૂ લાવેલ છે.
સુરતમાંથી મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
તેને આધારે રાંદેર પોલીસે અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણ અને તેની પત્ની ફરઝાનાબીબી, અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 12.98 ગ્રામ ડ્રગ્સ જેની માર્કેટ વેલ્યુ 1.28 લાખ થાય છે, તે જપ્ત કર્યું છે. આ ડ્રગ્સ દંપતીને વેચાણ માટે દિલીપ ઉર્ફે ટકલો જુબેદાખાતુન મેમણ રહે. મીરા રોડ મુંબઈ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી દંપતી જે ગાડીમાં ડ્રગ્સ વેચાણ કરવા નીકળ્યા હતા
તે ગાડી કબ્જે કરી હતી. આ ઉપરાંત વેપારમાં મદદ કરનારા અનિય એક મહિલા તબસુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાનને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે આ ઘટનામાં કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કરી આરોપીની વધુ પૂછપરછ કરી છે.
આરોપી તેમજ મહિલા આરોપી તથા વોન્ટેડ મહિલા આરોપી તબસુમ ઉર્ફે તબરામ ઉર્ફે ઝોયા તાહિર દિવાન હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે એકબીજા સાથે મળી એકબીજાના મેળાપીપણામાં વોન્ટેડ આરોપીઓ દિલીપ ઉર્ફે ટકલો તથા જુબેદાખાતુન મેમણ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી પોતાની રહેણાકવાળી જગ્યાએ સંતાડી રાખ્યો હતો.
તેમાંથી અમુક જથ્થો લઈ પોતાની ફોર વ્હીલ ગાડી મારફતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી અવાવરૂ જગ્યાઓને ટાર્ગેટ બનાવતા હતા. અવાવરૂ જગ્યાની આડમાં ચોરી છુપેથી મેફેડ્રોન ડ્રગ્સનો વેપલો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેવી કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે