કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર શું થાય છે. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો. તો તમારે IRCTCની વેબસાઈટ પરથી જે એકાઉન્ટ પરથી પેમેન્ટ કર્યું છે, તેમાંથી જ ટિકિટ કેન્સલ કરાવવી પડશે. જેથી તે જ એકાઉન્ટમાં રૂપિયા પરત આવી જાય. અહીં તમને કેન્સિલેડેશન ચાર્જ ચૂકવવો પડતો નથી,
કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર શું થાય છે.
દરરોજ લાખો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે. ઘણીવાર એવું થાય છે કે, આપણે ટિકિટ કરાવી લઈએ છે અને પછી જવાનું કેન્સલ થઈ જાય છે. તમારે તમારી કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. પણ શું તમને ખબર છે કે, તમે તમારી કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવો તો કેટલું રિફંડ મળશે. તમારા કેટલા રૂપિયા કપાશે અને શું IRCTC તમને સંપૂર્ણ વળતર આપશે. તમારે રેલવેના નિયમો વિશે જાણવું જરૂરી છે કે, કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર શું થાય છે.
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો. તો તમારે IRCTCની વેબસાઈટ પરથી જે એકાઉન્ટ પરથી પેમેન્ટ કર્યું છે, તેમાંથી જ ટિકિટ કેન્સલ કરાવવી પડશે. જેથી તે જ એકાઉન્ટમાં રૂપિયા પરત આવી જાય. અહીં તમને કેન્સિલેડેશન ચાર્જ ચૂકવવો પડતો નથી, પરંતુ તમારા એકાઉન્ટમાં કેન્સિલેડેશન ચાર્જ કપાઈને રૂપિયા પરત કરી દેવામાં આવે છે. ટિકિટ કેન્સલ કરાવવાના પણ અલગ નિયમો છે. જો તમે તમે બહુ મોડેથી ટિકિટ કેન્સલ કરાવો છો. તો તમને ટિકિટ પરત નહીં મળે.
ક્યારે મળે છે રિફંડ?
જો તમારી ટિકિટ કન્ફર્મ છે અને અચાનક યાત્રા કેન્સલ કરવી છે, તો ટિકિટ કેન્સલેશનના નિયમોને ધ્યાનમાં રાખવા પડશે. અહીં ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવા માટે ટાઈમિંગનું ઘણું મહત્વ છે.
ટિકિટ કન્ફર્મ છે અને ટ્રેનના શિડ્યુલ ડિપાર્ચર ટાઈમથી 4 કલાક પહેલા ટિકિટ કેન્સલ નહીં કરાવો, તો રિફંડ નહીં મળે. જો ટિકિટનો ચાર્ટ બન્યા બાદ તમે તત્કાળ ટિકિટ કેન્સલ કરાવો છો, તો પણ રિફંડ નહીં મળે. એવામાં જો તમે સ્ટેશન પરથી ટિકિટ લો અને તે કન્ફર્મ છે, તો તેને પણ કેન્સલ કરાવવા પર રિફંડ નહીં મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……