Abhayam News
AbhayamGujaratNewsPolitics

ગૂગલ મેપ્સમાં બદલાયું દેશનું નામ

ગૂગલ મેપ્સમાં બદલાયું દેશનું નામ તમારા ગૂગલ મેપની ભાષા હિન્દી છે કે અંગ્રેજી તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે હિન્દી અથવા અંગ્રેજીમાં India લખો છો, તો Google તમને પરિણામ સ્વરૂપે માત્ર ભારત જ બતાવશે.

ગૂગલ મેપ્સમાં બદલાયું દેશનું નામ

સરકારે તાજેતરમાં દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ‘ભારત’ કરવાના સંકેત આપ્યા છે. આને લઈને ભારે રાજનીતિ થઈ હતી.  કે તેમ છતાં દેશનું ઓફિશિયલ અંગ્રેજી નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવામાં આવ્યું નથી, પરંતુ ગૂગલ મેપે ચોક્કસપણે નવા નામનો સ્વીકાર કરી લીધો છે. ખરેખરમાં, તેનું કારણ એ છે કે જો તમે ગૂગલ મેપના સર્ચ બૉક્સમાં ભારત લખો છો, તો તમને એક તિરંગો ધ્વજ દેખાશે, જેના પર ‘A country in South Asia’ લખેલું હશે.

તમારા ગૂગલ મેપની ભાષા હિન્દી છે કે અંગ્રેજી તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે હિન્દી અથવા અંગ્રેજીમાં India લખો છો, તો Google તમને પરિણામ સ્વરૂપે માત્ર ભારત જ બતાવશે. ગૂગલ મેપ્સે ઇન્ડિયા અને ભારત બંનેને ‘દક્ષિણ એશિયામાં એક દેશ’ તરીકે માન્યતા આપી છે. તેથી જો યૂઝર્સ ગૂગલ મેપ પર ભારતનો ઓફિશિયલ નકશો જોવા માંગતા હોય, તો તેઓ અંગ્રેજી અથવા હિન્દીમાં ગૂગલ મેપ પર ઇન્ડિયા અથવા ભારત લખીને આમ કરી શકે છે.

કઇ રીતે કામ કરી રહી છે આ સિસ્ટમ ?
જો તમે ગૂગલ મેપ્સના હિન્દી વર્ઝન પર ભારત ટાઈપ કરશો તો તમને ભારતના નકશાની સાથે બૉલ્ડમાં ‘ભારત’ લખેલું જોવા મળશે. વળી, જો તમે ગૂગલ મેપના અંગ્રેજી એડિશન પર જાઓ અને Bharat લખો, તો તમને સર્ચ પરિણામોમાં દેશના નકશા સાથે India લખેલું દેખાશે. એટલે કે ગૂગલ મેપ પણ ભારતને પણ ઇન્ડિયા તરીકે સ્વીકારી રહ્યું છે. જ્યારે સરકાર નામ બદલવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે, ત્યારે ગૂગલે તેનું હૉમવર્ક કરવાનું શરૂ કરી દીધું છે.

ગૂગલે અત્યાર કરાયેલા ફેરફાર નથી આપ્યુ નિવેદન 
અત્રે નોંધનીય બાબત એ છે કે માત્ર ગૂગલ મેપ્સ પર જ નહીં, પરંતુ ટેક કંપનીના અન્ય પ્લેટફોર્મ પર પણ જો ઇન્ડિયા અને ભારત લખવામાં આવે છે, તો પરિણામ બરાબર સમાન છે. જો યૂઝર્સ ગૂગલ સર્ચ, ગૂગલ ટ્રાન્સલેટર, ગૂગલ ન્યૂઝ જેવી એપ્સ પર જાય છે અને ઇન્ડિયા અથવા ભારત ટાઇપ કરે છે, તો તેમને સમાન પરિણામો મળી રહ્યા છે. જો કે ગૂગલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં તેમના તરફથી નિવેદન જાહેર કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત :: આપના કોર્પોરેટર દ્વારા ઓક્સીજન બોટલ બાબતે આઈસોલેશન સેન્ટરમાં વિરોધ…

Kuldip Sheldaiya

જાણી લો:-ગુજરાતમાં માસ્કના દંડ મામલે આવી ગયા મોટા સમાચાર…

Abhayam

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગ નિર્માણ થશે

Vivek Radadiya