Abhayam News
AbhayamGujaratNewsPolitics

મનસુખ વસાવાને ટિકિટ મળશે કે કપાશે?

Will Mansukh Vasawa get a ticket or be cut off?

મનસુખ વસાવાને ટિકિટ મળશે કે કપાશે? દિવાળી પહેલા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન જ્યારે આ પ્રસંગમાં હાજરી આપવા હેલિપેડ પર ઉતર્યા ત્યારે,

Will Mansukh Vasawa get a ticket or be cut off?

હેલિપેડ પર ભરુચના સાસંદ મનસુખ વસાવા અને છોટા ઉદેપુરના સાસંદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખને હાજર રખાયા હતા. પ્રોટોકોલ અનુસાર તો જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, સાસંદ, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખો હોવા જોઇએ, પરંતુ જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ અને સ્થાનિક ભાજપી ધારાસભ્ય

ડૉ. દર્શના દેશમુખ હાજર નહોતા. પ્રદેશ ભાજપના નેતાઓ મનસુખભાઇથી નારાજ છે એવું કહેવાય છે ત્યારે હેલિપેડ પર પીએમ મોદી આગમન સમયે વેલકમ કરવા માટે મનસુખ વસાવાની હાજરીની તસવીરો નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. ભાજપના પદાધિકારીઓ પણ આશ્ચર્યમાં હતા કે જિલ્લા ભાજપ અધ્યક્ષ અને સ્થાનિક ભાજપી ધારાસભ્યને કેમ હાજર ન રખાયા.

ઉલ્લેખનીય છે કે, હાલ નર્મદા જિલ્લામાં ભાજપી નેતાઓનું કોલ્ડ વોર ચાલે છે અને મનસુખભાઇએ વચ્ચે આક્ષેપ પણ કર્યો હતો કે, જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દર્શનાબેન મારા વિશે પ્રદેશ અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છે.

Will Mansukh Vasawa get a ticket or be cut off?

મનસુખ વસાવાને ટિકિટ મળશે કે કપાશે?

આમ તો, ભાજપના સાંસદ મનસુખ વસવા એમના બેફામ નિવેદનો માટે જાણીતા છે. કેટલીય વાર એમણે ખુદની જ સરકાર અને પાર્ટી વિશે વાણી વિલાસ કર્યો છે. એટલે આ વખતે એમની ટિકિટ નિશ્ચિતપણે કપાશે એમ મનાઇ રહ્યું હતું, પરંતુ પીએમ મોદીના આગમન સમયે પહેલી નજરે બદલાઇ રહેલા સમીકરણો નજરે પડતા હવે મનસુખ વસાવાની ટિકિટ પાક્કી થઇ ગઇ હોવાની ચર્ચાઓ થઇ રહી છે

ભારતીય વહીવટી અને પોલીસ સેવાના અધિકારીઓ તેમને મળતા એવોર્ડમાં રોકડ રકમ સ્વિકારી શકશે નહીં, તેવો આદેશ ભારત સરકારના મંત્રાલયે જાહેર કર્યો છે. એટલે કે, આઇએએસ, આઇપીએસ કે આઇએફએસ અધિકારીને કોઇપણ ખાનગી સંસ્થાઓ પાસેથી એવોર્ડ સ્વિકારતાં પહેલાં આગોતરી મંજૂરી લેવાની રહેશે.

ઉપરાંત આ ઓફિસરો ઇનામમાં રોકડ રકમ સ્વિકારી શકશે નહીં. અગાઉ પણ સ્પષ્ટ સૂચના હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક અધિકારીઓએ ખાનગી સંસ્થા પાસેથી એવોર્ડ સ્વિકાર્યો હોવાથી કેન્દ્રના મંત્રાલયે ફરીથી આદેશ કરવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

શુભમન ગિલ રુમર્ડ ગર્લફ્રેન્ડ સારા તેંડુલકર સાથે દેખાયો

Vivek Radadiya

શ્રી નરેશભાઈ પટેલે બીજા ચરણના પ્રવાસમાં આજે પાટણનો પ્રવાસ કર્યો હતો

Vivek Radadiya

ટીમ ઈન્ડિયા 245 રન પર ઓલઆઉટ

Vivek Radadiya