Abhayam News
AbhayamGujarat

ગરીબ અને મઘ્યમવર્ગને હાશકારો! 

ગરીબ અને મઘ્યમવર્ગને હાશકારો!  કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળી અત્યારે લોકોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ત્યારે અમદાવાદમાં નાફેડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ગરીબ અને મઘ્યમવર્ગને હાશકારો! 

મોંઘવારીના મારથી બચવા માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે ડુંગળીના વધતા જતા ભાવો વચ્ચે સરકાર હવે સસ્તા ભાવમાં ડુંગળીનું વેચાણ કરી રહી છે.. જે નિણર્યને લોકો આવકારી રહ્યા છે. 

શહેરમાં વિવિધ સ્થળોએ નાફેડના બેનર સાથે વાહનોમાં લાગ્યા સ્ટોલ

નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે નાફેડ દ્વારા ડુંગળીના વધતા ભાવને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. અમદાવાદમાં અત્યારે નાફેડ દ્વારા 25 રૂપિયા કિલો લેખે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળોએ નાફેડના બેનર સાથે વાહનોમાં સ્ટોલ લાગ્યા છે.

લોકલ બજારમાં 60થી 70 રૂપિયા પ્રતિકિલોથી ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદમાં દરરોજ અત્યારે 15 ટેમ્પોના માધ્યમથી નાફેડ ડુંગળીનું વેચાણ કરે છે. બજારમાં થતા કાળા બજાર વચ્ચે ૩૦ રૂપિયા સુધીના સસ્તામાં ભાવમાં અમદાવાદમાં સારી ક્વોલીટીની ડુંગળી મળી રહી છે.

25 રૂપિયે કિલો ડુંગળીનું નાફેડ દ્વારા કરાઈ રહ્યું છે વેચાણ

ત્યારે સરકારનું આ પગલુ ગરીબ અને મઘ્યમવર્ગ માટે ખુબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. લોકોને અત્યારે બજાર ભાવ કરતા ડુંગળી 30થી 35 રૂપિયા સસ્તી અને સારી મળી રહી છે…

આમ એક તરફ મોંઘવારીએ માજા મુકી છે અને બીજી તરફ આ ડુંગળીના ભાવ વધ્યા ત્યારે નાફેડ અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાથી લોકોને મહદઅંશે રાહત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ગૂગલ મેપ્સમાં બદલાયું દેશનું નામ

Vivek Radadiya

હિમાચલ ફરવા જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર

Vivek Radadiya

વન વિભાગે સાગી લાકડાની તસ્કરીનું કૌભાંડ ઝડપી પાડ્યું

Vivek Radadiya