IMEI નંબર શું હોય છે અત્યારે આપણે બધા જ મોટાભાગના કામ ફોન દ્વારા કરતા હોય છે. આપણા બધાના જીવનમાં ફોન એક એવી વસ્તુ બની ગઈ છે કે તેના વગર જીવનની કલ્પના પણ હવે નથી કરી શકતા. નાનામાં નાની વસ્તુની રકમ પણ આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે. તેમજ અભ્યાસ હોય કે ઓફિસનું કામ પણ આપણે મોબાઈલ પર કરતા હોય છીએ.તો બીજી તરફ ફોનની ચોરી થતી હોવાની ઘટનામાં પણ વધારો જોવા મળે છે. તમારા ચોરાયેલા ફોનને કેવી રીતે શોધી શકાય તેમજ કેવી રીતે પાછો મેળવી શકો તે આ લેખમાં જોઈશું.
આપણા માંથી મોટા ભાગનાને ખબર નથી હોતી કે IMEI નંબર શું હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને આ નંબરની જાણકારી હોવાથી કેટલો ફાયદો થાય છે. આ નંબર ફોનનું ઓળખ પત્ર સમાન છે. જેને કોઈ પણ વ્યક્તિ બદલી શકતું નથી. આ નંબર આપણે હંમેશા નોંધીને રાખવો જોઈએ.
IMEI નંબર શું હોય છે
IMEI નંબર ચેક કરવા માટે *#06# ડાયલ કરીને આ નંબર જાણી શકીએ છીએ. જો તમને આ IMEI નંબરની જાણકારી હોય તો તમારો ફોન ચોરી થયા પછી પણ તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે.
તમારા ફોનને શોધવા માટે તમે ફાઈન્ડ માય ડિવાઈઝ એપ્લીકેશન ડાઉનલોડ કરો. જે સરળતાથી ગુગલના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.આ એપ્લીકેશનનો ઉપયોગ કરી ફોનને ટ્રેક કરી શકીએ છીએ. ફોનને ટ્રેક કરવા માટે IMEI નંબર, ફોન નંબર તેમજ ફોનની લિંક એકાઉન્ટ ડિટેલ્સ શેર કરી તમે તામારા ફોનને ટ્રેક કરી શકો છો.
તમારા સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પર જઈને તમે લોગીન કરી શકો છો. અને ફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી શકો છો.તેમાં ફોનનો નંબર, સિમ કાર્ડ અને IMEI નંબર નોંધાવવો પડશે.જેની મદદથી ચોરી થયેલો મોબાઈલ શોધવામાં સરકારી એજન્સી મોબાઈલ શોધવામાં મદદ કરે છે.સરકારી એજન્સી મોબાઈલ મોડલ અને IMEI નંબરને મેચ કરીન છે.જેના પગલે ફોન જલ્દી મળી શકે છે.
ચોરી થયેલો ફોન શોધવા માટે તમે સૌથી પહેલાhttp://google.com/android/find વેબસાઈટ પર ક્લિક કરો. ત્યારબાદ ચોરી થયેલા ફોનમાં જે જીમેલ એકાઉન્ટ લોગીન હોય તે એકાઉન્ટ સાઈન ઈન કરો . આમ કરવાથી તમારા ફોન જે લોકેશન પર હશે તે જોઈ શકશો. આ તમામ પ્રોસેસ માટે તમારા ચોરી થયેલા ફોનમાં ઈન્ટરનેટ અને લોકેશન સર્વિસ ચાલુ હોવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે