Abhayam News
Abhayam

શ્રી રામલલા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ નજીક આવી

શ્રી રામલલા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ નજીક આવી અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર ગતિએ ચાલી રહ્યું છે. શ્રી રામલલા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. સીએમ યોગીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે આજે જીવન ધન્ય બની ગયું છે. મન પ્રસન્ન છે. CM ભાવુક જોવા મળ્યાલ છે. ટ્રસ્ટના અધિકારીઓ આમંત્રણ આપવા લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સીએમ યોગીએ ફોટો શેર કરી લખ્યું કે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લા સરકારના નેતૃત્વમાં બાલરૂપ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યો છે. આભાર જ્ય જય સીતારામ

શ્રી રામલલા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ નજીક આવી

સીએમ યોગીએ શું કહ્યું ?
આ સાથે સીએમ યોગીએ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, ભગવાન શ્રી રામની અપાર કરુણા, આદરણીય સંતો અને દાદાગુરુ બ્રહ્મલિન મહંત દિગ્વિજયનાથજી મહારાજ અને આદરણીય ગુરુદેવ બ્રહ્મલિન મહંત અવેદ્યનાથજી મહારાજના આશીર્વાદ, આદરણીય અશોક સિંઘલજી અને રામ ભક્તોનો સદીઓથી ચાલતો સતત સંઘર્ષ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની સફળતા છે. આપણે બધા અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની બાળરૂપ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા જોવા મળશે. હું આભારી છું, ખુશ છું, ઉત્સાહિત છુ, રામમય છું

‘હું આ પ્રસંગનો સાક્ષી બનીશ’
તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે જેમાં પીએમ મોદી ભાગ લેશે. રામ મંદિર તીર્થ ટ્રસ્ટે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું. જેને વડાપ્રધાને સ્વીકારી લીધું છે. પીએમ મોદી પણ ભાવુક દેખાયા છે શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યા બાદ પીએમ મોદી પણ ભાવુક દેખાયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા તેઓએ મને શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અયોધ્યા આવવાનું કહ્યું હતું. હું ખૂબ જ ધન્ય.તા અનુભવું છું એ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ પ્રસંગનો સાક્ષી બનીશ.

2 જાન્યુઆરી પ્રતિષ્ઠા મહોત્સવ
શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા સરકારના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક ક્ષણ પર 4000 આદરણીય સંતો અને 2500 પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેશે. આ સિવાય ઘણા ખાસ મહેમાનો પણ સામેલ થશે. વૈજ્ઞાનિકો, કલાકારોની જેમ પરમવીર ચક્રથી સન્માનિત પરિવારો, શહીદ કારસેવકોના પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

વોટ્સએપ પર રાહુલ ગાંધીના મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Vivek Radadiya

જાણો:-આ તારીખથી શરૂ થઈ રહ્યો છે T20 World Cup…

Abhayam

‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’, જાણો વિશેષતાઓ ને થીમ વિશે

Vivek Radadiya