ત્રણ દેશોએ એવુ તે શું નિવેદન આપ્યુ કે ભળકી ગયું ચીન ત્રિપક્ષીય ઈન્ડો-પેસિફિક વાતચીતને ત્રણેય દેશોએ ભાગીદારીમાં એક નવો અધ્યાય ગણાવતા જણાવ્યું કે આ વૈશ્વિક સ્તરે અમારી નીતિઓને મજબૂત બનાવશે અને અમારી નિકટતાને વધુ ગાઢ બનાવશે.
ત્રણ દેશોએ એવુ તે શું નિવેદન આપ્યુ કે ભળકી ગયું ચીન
અમેરિકા, જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયા (ROK)એ દક્ષિણ ચાઈના સમુદ્રમાં ચીનની નાપાક ગતિવિધિઓ અને તાઈવાન સાથેના સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્રિપક્ષીય ઈન્ડો-પેસિફિક વાતચીતને ત્રણેય દેશોએ ભાગીદારીમાં એક નવો અધ્યાય ગણાવતા જણાવ્યું કે આ વૈશ્વિક સ્તરે અમારી નીતિઓને મજબૂત બનાવશે અને અમારી નિકટતાને વધુ ગાઢ બનાવશે.
યુએસ, જાપાન અને આરઓકેના પ્રતિનિધિઓએ દક્ષિણપૂર્વ એશિયાઈ અને પેસિફિક ટાપુ દેશો સાથે ભાગીદારી વિસ્તારવા પર ભાર મૂક્યો હતો. ત્રણેય દેશોના પ્રતિનિધિઓએ ઈન્ડો-પેસિફિકને આકાર આપવા પર તેમના મૂલ્યાંકનો શેર કર્યા અને ત્રિપક્ષીય સહયોગ વધારવાની ચર્ચા કરી. આ સાથે ત્રણેય દેશોના નેતાઓ વચ્ચે તાઈવાનમાં શાંતિ અને સ્થિરતાને લઈને પણ વાતચીત થઈ હતી.
ત્રણેય દેશોના નિવેદનથી વિસ્તારવાદી ચીન નારાજ
આ સિવાય ત્રણેય દેશો વચ્ચે જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તેમાં પ્રાદેશિક આર્થિક સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, સાઈબર સુરક્ષાનો સમાવેશ થાય છે. અમેરિકા, જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયાએ આ તમામ મુદ્દાઓ પર તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ત્રણ દેશો વચ્ચેની આ ત્રિપક્ષીય વાતચીતથી ચીન નારાજ થઈ ગયું છે. ચીને કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં સ્થિતિ સ્થિર છે.
આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવા કહ્યું
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે અમે હંમેશા અમારી પ્રાદેશિક સંપ્રભુતા અને દરિયાઈ અધિકારો અને હિતોનું રક્ષણ કર્યું છે. અમે સંવાદ અને પરામર્શ દ્વારા સંબંધિત દેશો સાથેના મતભેદોને ઉકેલવા માંગીએ છીએ અને અમે આ માટે પ્રતિબદ્ધ છીએ. ચીનના પ્રવક્તાએ કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં ઘણા દેશોએ પોતાની શક્તિ દેખાડી છે અને સંઘર્ષ ભડક્યો છે, જે ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે સારું નથી. માઓએ કહ્યું કે ચીન આ દેશોનો વિરોધ કરે છે જે આંતરિક મામલામાં દખલ કરે છે, ચીનને બદનામ કરે છે અને દુશ્મનાવટ ઉશ્કેરે છે.
તાઇવાનને ચીને અવિભાજ્ય અંગ ગણાવ્યો
તાઈવાનના મુદ્દા પર, ચીનના પ્રવક્તા માઓએ કહ્યું કે તાઈવાન ચીનનો અવિભાજ્ય હિસ્સો છે. તાઈવાન પર સવાલોના જવાબ આપવો એ ચીનનો આંતરિક મામલો છે. ચીન આ મુદ્દે કોઈપણ બાહ્ય શક્તિઓની દખલગીરી સહન કરશે નહીં. આપને જણાવી દઈએ કે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. હાલમાં જ અમેરિકાએ ચીનને ચેતવણી આપી હતી કે દક્ષિણ ચીન સાગરમાં કોઈ ઉશ્કેરણીજનક પગલું ન ભરે, નહીં તો સ્થિતિ વણસી શકે છે.
સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે વધી રહ્યો છે સંઘર્ષ
દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે. આ પછી, સમગ્ર વિશ્વમાં તણાવ ખૂબ જ વધારે છે. ચીનની સેનાએ સાઉથ ચાઈના સીના એ વિસ્તારમાં પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે જ્યાં અમેરિકન અને ફિલિપાઈન્સની સેના પહેલાથી જ પ્રેક્ટિસ કરી રહી હતી. ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન યુદ્ધ જહાજોને ધમકી આપવા માટે તેના નૌકાદળના ફ્રિગેટ્સ તૈનાત કર્યા છે.
સાઉથ ચાઈના સી પર શા માટે છે સંઘર્ષ?
દક્ષિણ ચીન સાગરના લગભગ 90 ટકા પર ચીન પોતાના અધિકારનો દાવો કરે છે. ચીનનું આ પગલું અમેરિકાને પસંદ નથી. આ જ કારણ છે કે ઘણા દેશો આ મુદ્દે ચીન સાથે વિવાદો કરતા રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે