Abhayam News
AbhayamGujaratPolitics

સરકારી કામકાજમાં દખલગીરી પર આપ્યું નિવેદન

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડે જણાવ્યું છે કે, જનતા જજની પસંદગી કરતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વૂર્ણ છે. પ્રગતિશીલ સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડનું નિવેદન

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડે જણાવ્યું છે કે, જનતા જજની પસંદગી કરતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વૂર્ણ છે. પ્રગતિશીલ સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. વોશિંગ્ટનની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી લૉ સેન્ટર અને દિલ્હી સ્થિતિ સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઈટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ ચંદ્રચૂડે આ નિવેદન આપ્યું છે. 

દર 5 વર્ષે વોટ માંગતા નથી
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘ભલે જજની ચૂંટણી થતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે દર 5 વર્ષે વોટ માંગવા જતા નથી, પરંતુ તેનું પણ એક કારણ છે. હું માનું છું કે, ન્યાયવ્યવસ્થા આપણી સોસાયટીના વિકાસમાં સ્થાયી અસર ઊભી કરે છે. ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી હોય ત્યારે તે કાયમી અસર ઊભી કરે છે.’

અન્ય બાબતો પર CJIનું નિવેદન
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘સંવાદ, વિચાર, ચર્ચા વિચારણાં માટે સંવિધાન તથા ન્યાયિક મંચનો ઉપયોગ કરવાની ન્યાયાધીશની ક્ષમતા સ્થિર સમાજ માટેની ચાવી છે. સમગ્ર વિશ્વના અનેક સમાજમાં, કાયદાના શાસને હિંસાના શાસનનું સ્થાન લીધું છે. અમેક મામલોમાં અમે નિર્ણય લઈએ છીએ, જેમાં હાલમાં જ સમલૈંગિક વિવાહનો મામલો પણ શામેલ છે. મારું માનવું છે કે, પરિણામ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ પરિણામની સાથે સાથે પ્રક્રિયા પણ મહત્ત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમદાવાદની આ સ્પેશિયલ ટ્રેનો ‘યાસ’ વાવાઝોડાને કારણે રદ્દ..

Abhayam

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujcat) માટેના ફોમ ભરવાની મુદ્દત લંબાવાઈ….

Abhayam