Abhayam News
AbhayamGujaratSocial Activity

પાટણ તાલુકાનાં સંડેર ખાતે 100 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર ખોડલધામનાં ખાતમુર્હત

સંડેર ખાતે નિર્માણ થઈ રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને  ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે  રાજ્યમાં યુવાનોનાં હાર્ટ એટેકથી મોતને લઈ આનંદીબેને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે, યુવાનોનાં હાર્ટએટેક પાછળ કોરોનાં જવાબદાર નથી. હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો સર્વે કરાવવો.

UPમાં 50 હજાર દિકરીઓને મેં વેક્સિન અપાવી છે: આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલે મહિલાઓને લઈને નિવેદન આપ્યું હતું કે, સૌથી વધુ કેન્સરનાં કેસો મહિલાઓમાં થાય છે. 9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિન અપાય તો સર્વાઈકલ કેન્સર નહી થાય તેમજ 3 હજાર રૂપિયાની વેક્સિન દીકરીઓને અપાવો ખોડલમાના આર્શિર્વાદ રહેશે. યુપીમાં 50 હજાર દિકરીઓને મેં વેક્સિન અપાવી છે

સાંસદો-ધારાસભ્યો 1-1 ટીબી પેશન્ટને દત્તક લે: આનંદીબેન પટેલ 
તેમજ ટીબી રોગ અંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે નિવેદન આપ્યું હતું કે, સાંસદો-ધારાસભ્યો 1-1 ટીબીનાં પેશન્ટને દત્તક લે. તેમજ ટીબીનાં દર્દીઓને 6 મહિના પૌષ્ટિક આહાર અપાવો. પૌષ્ટિક આહારથી 2024 માં ટીબી મુક્ત ગુજરાત બનાવી શકીશું. વડાપ્રધાન મોદીની યોજનાઓ થકી દેશમાં 12.50 કરોડ પરિવાર ગરીબીમાંથી બહાર આવ્યા છે. આપણે પાટીદાર તો ઉદાર દિલનાં લોકો છીએ.

Related posts

બેઠકમાં ન બોલાવ્યા તો અકળાયા મનસુખ વસાવા

Vivek Radadiya

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા માટે બનાવવામાં આવી ખાસ યોજના…..

Abhayam

વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર

Vivek Radadiya