Abhayam News
AbhayamNews

ACB:-વલસાડમાં ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ. આટલા હજારની લાંચ લેતા પકડાયો..

વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે  ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી  દિલીપ ચૌધરી કરી રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે  ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી  દિલીપ ચૌધરી કરી રહ્યા હતા.

ભરતસિંહ વાઢેર, વલસાડ: નવસારી જિલ્લા એસીબી પોલીસે વલસાડમાં સપાટો બોલાવી એક લાંચિયા અધિકારીને (Corrupt official) રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. નવસારી એસીબીને મળેલી ફરિયાદના આધારે એસીબીએ વલસાડ એસ.ટીની વિભાગીય કચેરીમાં છટકું ગોઠવ્યું હતું.

જેમાં આ વિભાગીય કચેરીના ડિવિઝનલ કન્ટ્રોલર દિલીપ ચૌધરી ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.  આથી એસીબીએ તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આથી તપાસ દરમિયાન ફરિયાદિ કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસમાં તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી નહી કરી  ઓછો દંડ કરી  કરવાની અને મામલાની પતાવટ માટે બંને ફરિયાદીઓ પાસેથી દિલીપ ચૌધરીએ પાંચ પાંચ હજાર એમ કુલ 10 હજાર  રૂપિયાની માંગણી કરી હતી.

આથી આ છટકામાં એસ.ટીની આ  વિભાગીય કચેરીના ડિવિઝનલ કન્ટ્રોલર દિલીપ ચૌધરી ફરિયાદીઓ પાસેથી કચેરીમાં જ  રૂપિયા 10 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા

. આથી એસીબીએ લાંચિયા  અધિકારી દિલીપ ચૌધરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ  નવસારી એસીબીએ વલસાડ જિલ્લામાં સપાટો બોલાવતા જિલ્લાના લાંચિયા બાબુઓમાં  ફફડાટ વ્યાપી ગયો હતો.

જો કે ફરિયાદી એવા કર્મચારીઓ લાંચ આપવા નહીં માગતા હોવાથી તેઓએ નવસારી એસીબીના નો સંપર્ક કર્યો હતો.  આથી નવસારી એસીબી ની ટીમે વલસાડની એસટી  વિભાગની વિભાગીય કચેરીમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે

Vivek Radadiya

દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ રાખ્યું બેસણું

Vivek Radadiya

CIDમાં ઈન્સ્પેક્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નિધન…

Vivek Radadiya

1 comment

Comments are closed.