Abhayam News
AbhayamNews

આ કેદીની કહાની 27 વર્ષ સુધી રહ્યો ફરાર, પરિવારે કાઢી લીધો હતો મરણનો દાખલો…

પોલીસ ધરે તો કઈ પણ કરી શકે છે, આરોપીને આકાશ પાતાળ એક કરીને પણ શોધી લાવી શકે છે. આવી જ એક મજેદાર ઘટના દેવભૂમિ દ્વારકામાં સામે આવી છે. જ્યાં એક આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતા

જે 27 વર્ષ બાદ પકડાયો છે. આ કેદીના પરિવારજનોએ તો તેનો મરણનો દાખલો પણ કઢાવી લીધો હતો. આટલા વર્ષ તે ક્યા હતો,.. શું કરતો હતો, આવો આ મજેદાર સ્ટોરી વિગતે વાંચીએ.

ફરાર કેદી માલદે જેમના કેદી નંબર 307 સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું અને જામનગર અને દ્વારકાની પોલીસ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. ફરલો જમ્પ કર્યા બાદ કેદી માલદે સૌપ્રથમ પોરબંદરની બસમાં બેસી રાજકોટ આવી ગયો

અને રાજકોટથી ટ્રેનમાં બેસી વડોદરા જતો રહ્યો, અહીં રેલવે સ્ટેશન પર ત્રણ, ચાર વર્ષ છૂટક મજૂરી કરતો હતો, ત્યારબાદ ત્યાંથી ભરૂચના હાંસોટમાં આવેલા રામનગર વિસ્તારમાં રોકાયો અને અહીં કડિયાકામની મજૂરી કરવા લાગ્યો,

આ દરમ્યાન તેનો સંપર્ક તેની સાથે મજૂરી કામ કરતી સોમીબેન કોળી પટેલ સાથે થયો અને બંને સાથે રહેવા લાગ્યા હતા. અહીં બંને 10 વર્ષ રહ્યા અને ત્યારબાદ બંને સારંગપુર આવી ગયાં. અહીં તેઓ કરશનભાઈ પટેલની વાડીમાં કામ કરવા લાગ્યા.

આ અંગે વિગતે વાત કરીએ તો વાત છે 1985ની, જયારે ભાણવડ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપી માલદે જીવા સગરને જામનગરની એડિશનલ કોર્ટે વર્ષ 1986માં આજીવન કેદની સજા ફટકારી હતી.

આરોપી માલદેને જામનગર જિલ્લા જેલમાંથી અમદાવાદમાં સ્થિત સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 1994માં અમરેલીમાં આવેલી ઓપન જેલમાં માલદેને રાખવામાં આવ્યો.

ત્યારબાદ માલદેને 15 દિવસ ફર્લૉ રજા મંજૂરી થઈ, 15 દિવસની રજા બાદ તેને ફરી જેલમાં હજાર થવાનું હતું પરંતુ ભાઈ હજાર થયાં નહીં અને થઈ ગયાં ફરાર

.આ દરમ્યાન માલદેના પુત્ર હમીરે તેના પિતાનો મરણનો દાખલો કઢાવી લઇ 17 વીઘા જમીન માતા અને તેના નામે વારસાઈ ઓણ કરાવી લીધી હતી. ત્યારબાદ દ્વારકાની LCB પોલીસ ટીમના PI જે.એમ. ચાવડા દ્વારા માલદેની અંકલેશ્વરના સારંગપુરમાંથી ધરપકડ કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા માટે બનાવવામાં આવી ખાસ યોજના…..

Abhayam

રામજીને એકલા ન રાખશો: દિપીકા 

Vivek Radadiya

કોરોનામાં શહીદ થયેલા દરેક આર્મી અને પોલીસ જવાનના કેજરીવાલ દ્વારા પરિવાર માટે આટલા કરોડની સહાય જાહેર..

Abhayam