Abhayam News
AbhayamGujarat

ગુજરાતે ઘોલ માછલીને સ્ટેટ ફિશ ઘોષિત કરી છે

Gujarat has declared Ghol fish as state fish

ગુજરાતે ઘોલ માછલીને સ્ટેટ ફિશ ઘોષિત કરી છે ગુજરાતે ઘોલ માછલીને સ્ટેટ ફિશ ઘોષિત કરી છે. અમદાવાદનાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફેરેન્સ ઈન્ડિયા 2023નાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘોષણા કરી છે. ઘોલ માછલી ભારતમાં મળી આવતી માછલીઓમાંની એક છે. આવું પહેલીવખત નથી થયું જ્યારે કોઈ રાજ્યએ સ્ટેટ ફિશની ઘોષણા કરી હોય, આ પહેલાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સરકારે પોતાના રાજ્યમાં સ્ટેટ ફિશની ઘોષણા કરી હતી.

ગુજરાતે ઘોલ માછલીને સ્ટેટ ફિશ ઘોષિત કરી છે

Gujarat has declared Ghol fish as state fish

1. ચીન અને અન્ય દેશોમાં ડિમાન્ડ:
પ્રશાંત મહાસાગરમાં મળી આવતી આ માછલી ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં સમુદ્રી વિસ્તારોમાં મળી આવે છે. આર્થિક ધોરણે તેનું ઘણું મહત્વ છે. તેની ગણતરી મોંઘી માછલીઓમાં કરવામાં આવે છે. સ્થાનીક સ્તર પર આ માછલીનું વધારે સેવન કરવામાં આવતું નથી પણ ચીન અને અન્ય દેશોમાં તેની ઘણી માંગ છે.

2. દવા તરીકે ઉપયોગ:
 આ માછલી માત્ર ટેસ્ટ માટે જ નહીં પણ દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તેના ફ્રોઝન મીટ અને માછલીને યૂરોપીયન અને મિડલ ઈસ્ટનાં દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તેનું રાજ્યની અર્થવ્યવસ્થામાં ઘણું નાનું પણ મહત્વનું યોગદાન છે.

3. એર બ્લેડરનું મહત્વ:
ઘોલ માછલીનાં એર બ્લેડરને ચીન, હોન્ગ-કોન્ગ અને અન્ય એશિયાઈ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તેની મદદથી દવાઓ બનાવવામાં આવે છે. એર બ્લેડર માછલીનાં પેટમાં હોય છે. જેને નિકાળીને સુકાવવામાં આવે છે અને તેનાથી દવા બનાવવામાં આવે છે.

4. કિંમતી માછલી:
રિપોર્ટ અનુસાર આ માછલીની કિંમત 5 હજાર રૂપિયાથી લઈને 15 હજાર રૂપિયા કિલો સુધીની છે. આ એક માછલીનું વજન આશરે 25 કિલો સુધીનું હોય છે. તેના ડ્રાય એર બ્લેડરની કિંમત તો હજુ વધારે હોય છે. એક્સપોર્ટ માર્કેટમાં તેની કિંમત 25 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે.

5. ઘોલ માછલી સ્ટેટ ફિશ બની:
ગુજરાત સરકારનાં ફિશરીઝ કમિશ્નર નિતિન સાંગવાને કહ્યું કે અનેક પાસાઓનાં આધાર પર ઘોલ માછલીને સ્ટેટ ફિશ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માછલી અનેક રીતે યૂનિક છે અને તેનું આર્થિક મહત્વ પણ ઘણું વધારે છે. તેવામાં તેનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

Abhayam

વીઝા કન્સલ્ટીંગ કૌભાંડ મુદ્દે તપાસ

Vivek Radadiya

સુરત : હીરા બજારમાં આકરી મંદીના ભણકારા

Vivek Radadiya