Abhayam News
AbhayamGujarat

‘નકલી અધિકારીઓના કેસમાં 50 ટકા આરોપી પાટીદાર યુવાનો’ 

'50 percent of accused Patidar youth in case of fake officers'

‘નકલી અધિકારીઓના કેસમાં 50 ટકા આરોપી પાટીદાર યુવાનો’  Manhar Patel Statement: પાટીદાર અને કોંગ્રેસ નેતા મનહર પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓને એક પત્ર લખ્યો છે. જેમાં સમાજના યુવાનોમાં ગુનાહિત માસિકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડૂપ્લિકેટ અધિકારીઓના કેસમાં પકડાયેલા આરોપીઓમાં 50 ટકા પાટીદાર યુવાનો હોવાનો પણ મનહર પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 

'50 percent of accused Patidar youth in case of fake officers'

‘યુવાનો ટૂંકા રસ્તા પર આગળ વધે તે ગંભીર વિષય છે’
મનહર પટેલે પત્ર લખી અગ્રણીઓને જણાવ્યું કે, પાટીદાર સમાજના યુવાનો ટૂંકા રસ્તા પર આગળ વધે તે ગંભીર વિષય છે. નકલી દવા, નકલી બિયરણ, નકલી હીરા, નકલી ઘીના કેસોમાં પાટીદાર યુવાનો જોવા મળ્યા છે. વધુમાં કહ્યું કે, પાટીદાર આગેવાન તરીકે મે સમજના આગેવાનોને પત્ર વ્યક્ત કર્યો છે. ગુનાહિત માનસિકતા, ટૂંકા રસ્તાની માનસિકતા યુવાનોમાં પ્રવેશી રહી છે. ભૂતકાળમાં આવા ગુના પાટીદાર સમાજમાં બનતા જ નહતા

‘નકલી અધિકારીઓના કેસમાં 50 ટકા આરોપી પાટીદાર યુવાનો’ 

'50 percent of accused Patidar youth in case of fake officers'

‘મહેનતુ પાટીદાર સમાજ છે’
તેમણે કહ્યું કે, માયાળુ, પ્રતિષ્ઠાવાન, સેવાભાવી, મહેનતુ પાટીદાર સમાજ છે. ચિંતા વ્યક્ત કરતા મે સમાજના તમામ મોભીઓને પત્ર લખ્યા છે. પાટીદાર સમાજે બંધન બનાવવુ પડશે. પાટીદાર સમાજ એક બંધારણ બનાવે અને તમામ બંધારણને અનુસરીને સમાજમાં રહીએ

'50 percent of accused Patidar youth in case of fake officers'

પાટીદાર યુવાન ઝડપથી અમીર બનવા અપનાવી રહ્યા છે શોર્ટકટ

મનહર પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજના યુવાનો ટુંકા રસ્તે આગળ વધી રહ્યા છે. નકલી દવા, નકલી બિયારણ, નકલી હીરા, નકલી ઘી, નકલી અધિકારી, નકલી કચેરી સહિત અનેક ચોંકાવનારા કિસ્સાઓમાં પાટીદાર યુવાનોનાં નામ આવ્યા છે. પાટીદાર આગેવાન તરીકે મે સમાજના આગેવાનોને પત્ર લખ્યો છે. ગુનાહિત માનસિકતા, ઝડપથી અમીર બનવા માટે શોર્ટકટ અપનાવવું તે આગળ જતા સમાજ માટે મોટો પડકાર સાબિત થશે.

'50 percent of accused Patidar youth in case of fake officers'

પાટીદાર મહેનતુ, માયાળુ અને સેવાભાવી સમાજ છે

પાટીદાર એ આદિ અનાદી કાળથી મહેનતુ સમાજ રહ્યો છે. માયાળુ, પ્રતિષ્ઠાવાન, સેવાભાવી, મહેનતુ પાટીદાર સમાજના યુવાનો આ પ્રકારે ગુનાઓમાં સંડોવાય તે અયોગ્ય છે. પાટીદાર સમાજે એક થઇને આ અંગે ગંભીરતાથી વિચારણા કરવી પડશે. પાટીદાર સમાજ એક બંધારણ બનાવે અને તમામે ફરજિયાત બંધારણને અનુસરવું ખુબ જ જરૂરી હોય તેવા નિયમ બનાવવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મુંબઈમાં RBI સહિત 11 બેન્કોને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી

Vivek Radadiya

Jio યૂઝર્સ માટે ખુશખબરી

Vivek Radadiya

ગલગોટાના ફૂલની ખેતી કરો અને વર્ષે રૂ. 15 લાખની કમાણી કરો….

Abhayam