Abhayam News
AbhayamPolitics

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખોની કરી નિમણુક

Appointment of District Presidents by Gujarat Pradesh Congress

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખોની કરી નિમણુક Gujarat Congress District President : ગુજરાત કોંગ્રેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ હવે પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓના પ્રમુખની વરણી કરાઇ છે. આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી , અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં પ્રમુખની વરણી કરાઇ છે. 

Appointment of District Presidents by Gujarat Pradesh Congress

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખોની કરી નિમણુક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખોની નિમણુક કરાઇ છે. જેમાં રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલિત વાસોયાની નિમણુક તો જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરત અમીપરાની નિમણુક કરાઇ છે. આ સાથે અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, અમદાવાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભીની નિમણૂક કરાઇ છે. 

આ સાથે આણંદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણુક કરાઇ છે. તો વડોદરા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયાર, નર્મદા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણુક કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જ્ઞાતિવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો

Vivek Radadiya

ખરાબ પિચને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ? 

Vivek Radadiya

સુરતમાં સ્પોર્ટસ કલ્ચરને પ્રોત્સાહન આપવા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન બનાવાશે…

Abhayam