
ઈલેક્ટોરલ બોન્ડ દાયકાનું સૌથી મોટું કૌભાંડ અત્યારે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી પર બોન્ડ લઈને ભ્રષ્ટાચાર કરવાના આરોપ લગાવવમાં આવી રહ્યા છે ત્યારે પોતે નાણાંકીય કૌભાંડમાં સંડોવાયેલા તિહાર જેલમાં બંધ આરોપી કોંગ્રેસ નેતા પૂર્વ કેન્દ્રિય મંત્રી પી ચિદંબરમે ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાક્યું હતું. ઉલ્લેખીનીય છે ભારતીય જનતા પાર્ટીએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા પાર્ટી માટે કરોડોનું ફંડ એકઠું કર્યું છે. કોંગ્રેસ નેતાએ આ રીતે ફંડ લેવાના મુદ્દાને છેલ્લાં દસ વર્ષનું સૌથી મોટું કૌભાંડ તરીકે ગણાવ્યું છે. આ સાથે જ વધુમાં કહ્યું કે આ દેશની જનતાને અંધારામાં રાખવામાં આવી છે
ઈલેક્ટોરલ બોન્ડ દાયકાનું સૌથી મોટું કૌભાંડ
શું છે ઈલેક્ટોરલ બોન્ડ :
ઈલેક્ટોરલ બોન્ડ એટલે કોઈ પણ વ્યક્તિ કે કોર્પોરેટ ગ્રુપ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી તે ખરીદી શકે છે અને રાજનીતિક પાર્ટીઓને પૈસા આપી શકે છે. જે બાદ જે તે રાજનીતિક પાર્ટી તે રૂપિયા ગમે ત્યાં વાપરે તેની છૂટ છે.આ પ્રકારે સ્કીમમાં પૈસા આપવામાં આવે તેમના નામ ગુપ્ત રાખવામાં આવે છે. આ સ્કીમ જાન્યુઆરી 2018માં લાવવામાં આવી હતી. એક અહેવાલ મુજબ દેશની રીઝર્વ બેન્કે સરકારને આ સ્કીમ બહાર ન પાડવા સુચન કર્યું હતું જેને સરકારે માન્યું નહીં.
ચિદંબરમ અત્યારે INX મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ
પી ચિદંબરમનાં આધિકારિક ટ્વિટર એકાઉન્ટથી તેમના પરિવાર તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે મોદી સરકાર પર આરોપ લગાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં ચિદંબરમ અત્યારે INX મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ છે. વધુમાં તેમન કહ્યું કે બોન્ડ ખરીદનારની ઓળખ માત્ર બેંક અને સરકાર પાસે હશે અને દાન આપનારને માત્ર જે તે પાર્ટીનું નામ ખબર હશે. મનીષ તિવારીએ સરકાર સામે સવાલ ઉભા કરતા કહ્યું કે સરકારે તો ભ્રષ્ટાચારને પણ લીગલ બનાવી દીધું. 2018માં કરવામાં આવેલ એક RTIનો હવાલો લઈને ઘટસ્ફોટ કર્યો કે સરકારે RBIની સલાહને ફગાવી નાખી છે.
ગુલામ નબી આઝાદ અધીર રંજન ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો
કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના બોન્ડનો ભારે વિરોધ કરી રહ્યાં છે. સંસદમાં પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે. શિયાળુ સત્ર દરમ્યાન રાજ્યસભામાં લીડર ઓફ ઓપોઝીશન ગુલામ નબી આઝાદ અને લોકસભામાં અધીર રંજન ચૌધરીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય મનીષ તિવારી, શશી થરુર અને આનંદ શર્માએ પણ સવાલો ઉભા કર્યા હતા. નેતાઓએ માંગ કરી આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડવું જોઈએ અને જવાબ આપવા જોઈએ. સાંસદોએ હોબાળો પણ મચાવ્યો હતો.

પીયુષ ગોયલે આપ્યો જવાબ
જોકે ભાજપે પણ જડબાતોડ જવાબ આપ્યા હતા. સરકાર તરફથી પક્ષ મુકવા માટે કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલ ઉભા થયા. પીયુષ ગોયલે દાવો કર્યો કે આ બોન્ડ મારફતે ઈમાનદારીનું ધન જ રાજનીતિમાં આવી રહ્યું છે. પીયુષ ગોયલ જવાબ આપતા આપતા રાફેલ મુદ્દા પર જતા રહ્યા, તેમણે કહ્યું કે આ તે જ લોકો છે જેમણે રાફેલ ડીલમાં ખોટા આરોપો લગાવ્યાં જે બાદ સુપ્રીમ કોર્ટમાં કંઈ ના મળ્યું. વિપક્ષી પાર્ટીઓ પર હુમલો કરતા કહ્યું કે હારેલા અને ભ્રષ્ટાચારી નેતાઓનું ગઠબંધન નથી ઇચ્છતું કે રાજનીતિમાં ઈમાનદાર કરદાતાઓના રૂપિયા ફંડ સ્વરૂપે આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે