Abhayam News
AbhayamGujarat

ગુજરાતનું 1300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર! 

1300 year old mythological temple of Gujarat!

ગુજરાતનું 1300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર!  મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં બિરાજમાન છે માં અન્નપૂર્ણા. 1300 વર્ષ પૌરાણિક અન્નપૂર્ણા માંનુ મંદિર સર્વે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે આવતા તમામ માઇ ભક્તોની મનોકામના માં અન્નપૂર્ણા પૂરી કરે છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા માઇભક્તો  અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ગુજરાતનું 1300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર! 

માતાજીના સ્થાનક સાથે રસપ્રદ ઇતિહાસ સંકળાયેલો છે મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં અન્નપૂર્ણા માતાજીનુ અંદાજે 1300 વર્ષ પૌરાણિક મંદિર હોવાનું માંનવામાં આવે છે. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ માઇ ભક્તો અન્નપૂર્ણા મા નાં દર્શને આવે છે. મહેસાણાથી 22 કિલોમીટરના અંતરે મોદીપુર ગામના છેવાડે માં અન્નપૂર્ણા માતાજીનું પવિત્ર સ્થાનક આવેલુ છે. જ્યા બિરાજમાન છે જગતજનની માં અન્નપૂર્ણા. અન્નપૂર્ણા વ્રતનું વિશેષ મહત્વ છે, માગસર સુદ છઠથી માગસર વદ અગિયારસ સુધી અન્નપૂર્ણા માં ના વ્રત ચાલે છે. વ્રત દરમ્યાન મંદિરમાં ભાવિકોને અન્નરુપી પ્રસાદ આપવામાં આવે છે.

1300 year old mythological temple of Gujarat!

ચોખા માત્ર સ્ત્રીઓ ને જ અપાય છે
માં ના મંદિરે ભક્તોને પ્રસાદ રૂપે ચોખા આપવામાં આવે છે. અને ચોખા માત્ર સ્ત્રીઓ ને જ અપાય છે. ચોખાને ઘરના અન્નના ભંડારમાં અને ધનની સાથે રાખવાથી અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખૂટતા ના હોવાની લોકવાઈકા છે. અન્નપૂર્ણા માં ના આશીર્વાદથી નાસ્તિક પણ આસ્તિક બની નિયમિત મા ના ચરણે આવે છે અને મા ના મંદિરે શાંતિનો અનુભવ કરી આનંદિત રહે છે. માં અન્નપૂર્ણા તેના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પુરી કરતા હોવાની માન્યતા છે. વળી દેવાધિદેવ મહાદેવને માં અન્નપૂર્ણા પ્રસાદ આપતા હોય તેવી સુંદર પ્રતિમા આ સ્થાનકમાં બિરાજમાન છે. 

સંતાન પ્રાપ્તિ, સુખ શાંતિ તેમજ શારીરિક કોઈ પણ તકલીફનું નિવારણ માતાજીના સ્થાનકમાં થતું હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં ના દર્શને આવે છે. દર પૂનમ અને દર રવિવારે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા અન્નપૂર્ણા માં ના મંદિરે આવે છે.

1300 વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે
પવિત્ર અને પ્રાચીન મંદિરના દર્શન માત્રથી આધિવ્યાધિ અને ઉપાધિ દેવી પાર્વતી અન્નપૂર્ણાના રૂપમાં હણી લે છે અને સર્વેનું કલ્યાણ કરે છે. માતાજીના આ સ્થાનક સાથે રસપ્રદ ઇતિહાસ સંકળાયેલો છે. પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહે  સિદ્ધપુરમાં રુદ્રમહાલયની પ્રતિષ્ઠા માટે સહસ્ત્ર બ્રાહ્મણો ઉત્તર ભારતમાંથી ગુજરાત આમંત્રિત કર્યા હતા. બ્રાહ્મણોના પુનઃવસન માટે ગુજરાતના પ્રાચીન

માં અન્નપૂર્ણાના દર્શન માટે લાગે છે લાંબી કતારો
અન્નપૂર્ણા માતાજીના મંદિરે ગુજરાત અને અન્ય રાજ્યોના શ્રધ્ધાળુઓ પણ ઉમા અન્નપૂર્ણાના દર્શને  આવે છે. મંદિરે આવતા માઇ ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે સેવાભાવી લોકો સાથે ટ્રસ્ટી મંડળ પણ ખડે પગે રહે છે. માં અન્નપૂર્ણાના દર્શન માટે લાંબી કતારો ના થાય તે માટે માતાજીના સન્મુખ દર્શન માટે પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.દેવસ્થાનની પૂજા સોંપવામાં આવી હતી. જેમાં જાની પરિવારને હાલના આ અન્નપૂર્ણા મંદિરમાં સેવાપૂજાની જવાબદારી સોંપાઈ હતી. આમ આ મંદિર રુદ્રમહાલય પહેલાનું એટલે કે 1300 વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ઊંઝા:-CYSS દ્વારા ધોરણ 12 ના વિધાથી ને વેકસીન આપવા બાબતે શિક્ષણમંત્રી ને રજુઆત કરી…

Abhayam

ગોગામેડીની હત્યા કેસમાં મોટુ ષડયંત્ર

Vivek Radadiya

અકસ્માત: સુરતના 3 કોરોના વૉરિયર્સનું સૌરાષ્ટ્રથી પરત ફરતા બરોડા નજીક મૃત્યુ

Abhayam