Abhayam News
AbhayamGujarat

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર

Mavtha Mar in Central and South Gujarat

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ, જાલત, છાપરી, ગલાલીયાવાડ, રામપુરા, રળીયાતી સહિત ગામોમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં છે.

Mavtha Mar in Central and South Gujarat

આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દાહોદ, છોટા ઉદેપુર, વડોદરાના ડભોઈ, શિનોર, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દાહોદમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગરબાડા, ધાનપુર, લીમખેડા,  દેવગઢ બારિયા, સંજેલી  સહિત વિસ્તારોમાં કમોમસી વરસાદ વરસ્યો છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર

દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ, જાલત, છાપરી, ગલાલીયાવાડ, રામપુરા, રળીયાતી સહિત ગામોમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. તો આ તરફ છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર નગર સહિત તેજગઢ, દેવહાંટ, ઝોઝ પંથકમાં વરસાદ નોંધાયો છે. કપાસ, મકાઈ, તુવેર, દિવેલા સહિતનાં પાકોને નુકસાની જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. તો મોડી રાત્રે વરસાદ વરસતા બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં જીનમા મુકેલ કપાસનો પાક પલળી ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 10 જાન્યુઆરીએ જસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણામાં તીવ્ર થી અતિશય ઠંડો દિવસ રહેવાની સંભાવના છે.

દેશભરના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડીના કારણે લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે ફ્લાઈટથી લઈને ટ્રેન સુધીની તમામ હવાઈ સેવાઓને અસર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે બુધવાર (10 જાન્યુઆરી 2024) દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, પંજાબ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં શીત લહેર આવવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે (10 જાન્યુઆરી, 2024) રાજધાની દિલ્હીમાં વાદળછાયું દિવસ રહેવાની સંભાવના છે. આ સાથે અનેક ભાગોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. મંગળવારે રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અગાઉ સોમવારે લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું હતું.

IMD અનુસાર, સોમવાર આ મહિનાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ હતો જે દિલ્હીમાં નોંધાયો હતો અને લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આજે રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણાના જુદા જુદા ભાગોમાં તીવ્ર થી અત્યંત તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે.

આ સિવાય IMDએ હરિયાણા, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 7 દિવસ સુધી દિલ્હીમાં ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે 10 જાન્યુઆરીએ ઠંડીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુઓ :-ભારતમાં 11 એપ્રિલ સુધીમાં 44.78 લાખ કોરોના વેક્સીન ડોઝ થયા બરબાદઃ RTI માં થયો ખુલાસો..

Abhayam

સાયબર ક્રાઇમે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ

Vivek Radadiya

ડાર્ક વેબ જ્યાં સસ્તામાં વેચાય છે તમારો પર્સનલ ડેટા અને ગુપ્ત માહિતી

Vivek Radadiya