Abhayam News
AbhayamGujarat

ગીર-સોમનાથમાંથી ઝડપાયો મહાઠગ

A thug caught from Gir-Somnath

ગીર-સોમનાથમાંથી ઝડપાયો મહાઠગ આરોપીએ અત્યાર સુધીમાં 59 લોકોને પોતાની જાળમાં ફસાવી 52 લાખથી વધુ રૂપિયા ખંખેરી ચૂક્યો છે. તો પોલીસ તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે.

ઘેટા-બકરા અને વાહનોની ખરીદીના બહાને 59 લોકોને છેતરનાર ઠગબાજની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં તમામનું એક જ કનેક્શન ડારી ગામના અમર હાજી જીકાનીનું નિકળતા પોલીસે તાત્કાલિક ઠગબાજને દબોયો હતો.

તપાસમાં ખુલાસો થયો કે, આરોપીએ અત્યાર સુધીમાં 59 લોકોને પોતાની જાળમાં ફસાવી 52 લાખથી વધુ રૂપિયા ખંખેરી ચૂક્યો છે. તો પોલીસ તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે.

A thug caught from Gir-Somnath

સુરતમાં લાખોની છેતરપિંડી

જેમ જેમ આર્થિક વ્યવહારમાં ડિજીટલનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ છેતરપિંડીના કેસમાં વણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં કડોદરાના લાકડાના વેપારી સાથે આ રીતે જ કોઈએ લાખોની છેતરપિંડી કરી છે. વેપારી પાસે ઓનલાઈન એપ ડાઉનલોડ કરાવી આ છેતરપિંડી કરવામાં આવી છે.

કડોદરાના લાકડાના વેપારીએ માણેકપોરનાં વેપારીને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. જોકે પૈસા ટ્રાન્સફર ન થતાં કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં ફેક નંબર પર કોલ લાગી જતા ચીટરે ખેલ પાડી દીધો હતો. પૈસા પરત આવી જશેની બાંહેધરી આપીને એનિડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપની મદદથી ચીટરે વેપારીના ખાતામાંથી 14.93 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગીર-સોમનાથમાંથી ઝડપાયો મહાઠગ

આજના સમયમાં લગભગ દરેક કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. પહેલા કરતાં હવે વસ્તુઓ કરવાનું સરળ લાગે છે. લગભગ દરેક ક્ષેત્રમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેમ કે- બેંકિંગ ક્ષેત્ર. અહીં પણ ઘણું બદલાઈ ગયું છે. હવે લગભગ દરેક કાર્ય માટે બેંકમાં જવાની જરૂર નથી, કારણ કે હવે ઘણા કાર્યો ઓનલાઈન બેંકિંગ અથવા ફોન બેંકિંગ વગેરે દ્વારા કરી શકાય છે. તે જ સમયે, ઘણા લોકો કસ્ટમર કેર સાથે વાત કરવા માટે નંબરો શોધે છે અને આજકાલ લોકો દરેક વસ્તુ માટે Google પર જાય છે. તેવી જ રીતે, લોકો Google પર કસ્ટમર કેર નંબર પણ સર્ચ કરે છે, પરંતુ રાહ જુઓ, જો તમે પણ Google પર બેંક સંબંધિત નંબરો જેમ કે કસ્ટમર કેર નંબર વગેરે સર્ચ કરો છો, તો આ ન કરો. અન્યથા તમે છેતરાઈ શકો છો. હા, આ વાત સાચી છે. તો ચાલો જાણીએ કે આવું કેમ ન કરવું જોઈએ અને તમે કસ્ટમર કેર નંબર ક્યાંથી મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે

Vivek Radadiya

કોંગેસ પાર્ટી આ દિગ્ગજ નેતાને ઉતારી શકે છે રાજકીય મેદાનમાં…

Deep Ranpariya

ગઢડાના એસપી સ્વામીથી થયો અકસ્માત

Vivek Radadiya