Abhayam News
Abhayam

અફઘાનિસ્તાનની જીત પાછળ ગુજરાતીનો હાથ, નામ સાંભળીને ચોંકી ઉઠશો

અફઘાનિસ્તાનની જીત પાછળ ગુજરાતીનો હાથ : અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં મોટી જીત મેળવી છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ તેણે પાકિસ્તાનને પણ સરળતાથી હરાવી દીધુ છે. અફઘાનિસ્તાન ટીમની આ કાયાયલટમાં પૂર્વ ભારતીય કેપ્ટન અજય જાડેજાનો મોટો હાથ છે.

  • અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
  • નામ સાંભળીને ચોંકી ઉઠશો

પહેલા ભારત અને હવે અફઘાનિસ્તાન vs પાકિસ્તાનની ટીમને આ વર્લ્ડ કપમાં બીજા એશિયાઈ દેશો સામે હારનો સામનો કરવો પડ્યો. ભારત સામે થયેલી હાર તો પાકિસ્તાની ફેંસે પચાવી લીધી પરંતુ અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપમાં જે હાર પાકિસ્તાનને મળી છે તેને તો વર્ષો સુધી કદાચ પાકિસ્તાની ફેંસ નહીં ભૂલી શકે. અફઘાનિસ્તાનની ટીમે એકતરફા અંદાજમાં પાકિસ્તાનને હરાવ્યું. 283 રનના ટાર્ગેટને અફઘાનિસ્તાનની ટીમે ફક્ત 2 વિકેટ પર પુરો કરી નાખ્યો.

crickate team

અફઘાનિસ્તાનની જીત પાછળ ગુજરાતીનો હાથ 

અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર આ ધમાકેદાર જીતમાં એક ભારતીય અને તે પણ ગુજરાતીનો હાથ છે. જે વર્લ્ડ કપ શરૂ થયાના ફક્ત 3 દિવસ પહેલા જ અફઘાનિસ્તાની ટીમ સાથે જોડાયો હતો અને ફક્ત બે અઠવાડિયામાં અફઘાનિસ્તાનની ટીમને એવી ટ્રેન કરી કે તેમણે ઈંગ્લેન્ડને હરાવ્યું અને હવે પાકિસ્તાનને પણ જોરદાર મ્હાત આપી છે.

અફઘાનિસ્તાની ટીમના મેન્ટોર છે અજય જાડેજા

અફઘાનિસ્તાની ટીમના મેન્ટોર છે અજય જાડેજા
અફઘાનિસ્તાનની ટીમની કાયાપલટ કરનાર હિંદુસ્તાનીનું નામ અજય જાડેજા છે. તેમને વિશ્વ કપ શરૂ થતાના થોડા સમય પહેલા જ અફઘાનિસ્તાનની ટીમના મેન્ટોર બનાવવામાં આવ્યા હતા અને ખેલાડીઓમાં જીતનો એવો વિશ્વાસ ભર્યો કે ઈંગ્લેન્ડના બાદ અફઘાનિસ્તાન ટીમે પાકિસ્તાનને પણ ધૂળ ચટાવી દીધી. આ પહેલો મોકો છે જ્યારે વનડે ક્રિકેટમાં અફઘાનિસ્તાનને પાકિસ્તાનને હરાવ્યું છે અને પોતાના સૌથી મોટો ટાર્ગેટ તરફ આગળ વધતા આ જીત મેળવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટની તૈયારી

Vivek Radadiya

ભારતની અડધાથી વધુ વસ્તી પોષક આહાર નથી લઇ શકતી

Vivek Radadiya

રાજ્યના શિક્ષણમંત્રીએ ગુજરાતમાં શાળાઓ બંધ કરવા મુદ્દે જાણો શું કહ્યું….

Abhayam