Abhayam News
AbhayamGujaratPoliticsSurat

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા

Surat Nagar Primary Education Committee meeting

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગત સામાન્ય સભામાં પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા અને એક કોર્પોરેટરે કરેલી બબાલ હવે શિક્ષણ સમિતિના વિપક્ષ માટે આફત બની ગઈ છે.

આજની સામાન્ય સભામાં વિપક્ષે લાઈવ સભા કરવાની માગણી કરી હતી તેમાં ગત સભામાં થયેલા હોબાળા અંગેની વાત આવતાં વિપક્ષ બેક ફુટ પર આવી ગયા હતા. શિક્ષણ સમિતિના વિપક્ષે કહ્યું ગત સભામાં થયું તે થવા જેવું ન હતું ખોટું થયું છે

અને થવું ન જોઈતું હતી તેવી વાત કરવા સાથે શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભા નું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે કારણ કે અહેવાલ લખવામાં સતત ગોટાળા કરીને શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેવી વાત કરી હતી.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં ગત સભાના અહેવાલ મંજુર કરવાની સામાન્ય દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેની સામે વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ શિક્ષણ સમિતિની તમામ સભા લાઈવ કરવા માટેની માગણી કરી હતી.

વિપક્ષ ના સભ્યએ આક્ષેપ કરતાં કહ્યું હતું, સામાન્ય સભામાં અહેવાલ લખવામાં સતત ગોટાળા કરીને શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જો યોગ્ય રીતે અહેવાલ લખવામાં નહી આવે તો સામાન્ય સભાની જરુર નથી તેવો આક્ષેપ કર્યો હતો.

સમિતિની સભા શરુ થવાની સાથે જ વિપક્ષે તમામ સભા લાઈવ કરવાની માગણી કરી પારદર્શિતા રાખવા માટેની માગણી કરી હતી. તેની સામે શાસકોએ કહ્યું હતું કે, ગત સામાન્ય સભામાં પાલિકાના વિપક્ષના ઉપનેતા મહેશ અણઘડ અને વિપક્ષના કોર્પોરેટરે આવીને હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા બાદ વિપક્ષની હાલત કફોડી થઈ ગઈ હતી.

તેનો ઉલ્લેખ કરીને શાસકોએ વિપક્ષને ચાબખા માર્યા હતા. તેની સામે વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું હતું કે, ગત સામાન્ય સભામાં જે થયું તે ખરાબ છે અને સંસદીય નથી ખોટું થયું છે તે થવું જોઈતું ન હતું પરંતુ થયું તે કમનસીબ છે. 

આ ઉપરાંત વિપક્ષે કહ્યું હતું કે, શિક્ષણ સમિતિની સમાન્ય સભામાં પારદર્શિતા નથી રહેતી અને રમતોત્સવનું આયોજન અને ઉદ્યોગ પ્રવાસ પણ સમયસર થતો નથી તે યોગ્ય રીતે થાય તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફરી એક વાર સામાન્ય સભાનું લાઈવ રેકોર્ડિંગ થાય તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત:-ફી ન ભરવાથી બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે એટલે,શિક્ષકોનો અનોખો પ્રયાસ..

Abhayam

શોર્ય બલિદાનથી રા’ નવઘણના સંરક્ષક વીરની વીરગાથા-દેવાયત બોદરની પુણ્યતિથી વાંચો અહિયા…

Abhayam

દિલીપ જોશી પહેલા રાજપાલ યાદવને શોમાં જેઠાલાલના પાત્રની ઓફર જાણો શું આ અંગે શું કહ્યું રાજપાલ યાદવે…

Abhayam