Abhayam News
Abhayam

જુઓ આ શહેર માં ૧૭ દિવસ માં ચોથી વાર કમોસમી વરસાદ ખાબકયો…..

  • છેલ્લા 3 દિ’થી સાંજ પડે ને વરસાદ આવે !
  • ધારીમાં બપોર બાદ ગાજવીજ સાથે કમાેસમી વરસાદ
Junagadh

જૂનાગઢ શહેરમાં માવઠાને જાણે ફાવી ગયું હોય તેમ જવાનું નામ નથી લેતું. છેલ્લા 17 દિવસમાં માવઠાએ જૂનાગઢમાં બાઉન્ડરી ફટકારી છે. એમાંપણ છેલ્લા 3 દિવસથી તો રોજ સાંજ પડેને વરસાદ ખાબકે! પરિણામે લોકો વિચારી રહ્યા છે કે હવે સાંજના છત્રી લઇને નિકળવું કે શું? જૂનાગઢ શહેરમાં 17 એપ્રિલે કોમસમી વરસાદ પડ્યો હતો. બાદમાં 15 દિવસ બાદ 2 મેના રોજ માવઠું થયું. પછી 3 મેના રોજ કમોસમી વરસાદ થયો અને ફરી 4 મેના રોજ સાંજના જોરદાર ઝાપટા સાથે વરસાદ ખાબક્યો. આમ, માવઠાએ જૂનાગઢમાં બાઉન્ડરી ફટકારી છે.

એમાંપણ, છેલ્લા 3 દિવસથી તો કન્ટિન્યૂ સાંજ પડેને માવઠું થાય. શહેરના માર્ગો પર પાણી ભરાઇ જાય તેવો વરસાદ પડે. સતત 3 દિવસથી સતત થતા કોમસમી વરસાદથી ખેડૂતોના કેરી સહિતના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. દરમિયાન મંગળવારે લઘુત્તમ 24.9, મહત્તમ 39.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને બપોર પછી 23 ટકા રહ્યું હતું અને પવનની ઝડપ 5.5 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અમરેલી જિલ્લામા પાછલા અેકાદ સપ્તાહ કરતા વધુ સમયથી માવઠાની સ્થિતિ જાેવા મળી રહી છે. ત્યારે અાજે ધારીમા બપાેરબાદ અાકાશમા કાળા ડિબાંગ વાદળાે ચડી અાવ્યા હતા. અહી વિજળીના કડાકા ભડાકા સાથે કમાેસમી વરસાદ પડતા માર્ગાે પર પાણી દાેડવા લાગ્યા હતા. સતત માવઠાની સ્થિતિના પગલે અહી કેરી પકાવતા ખેડૂતાે ચિંતામા મુકાઇ ગયા છે.

માવઠુ અમરેલી જિલ્લાનાે જાણે કેડાે મુકતુ નથી તેવુ જાેવા મળી રહ્યું છે. અહી અેકાદ સપ્તાહ કરતા વધુ સમયથી અા સ્થિતિ જાેવા મળી રહી છે. અગાઉ જાફરાબાદ, બગસરા, ખાંભા, લાઠી, બાબરા, વડીયા, અમરેલી, સાવરકુંડલા પંથકમા કમાેસમી વરસાદ ખાબકી ગયાે હતાે. જેને પગલે કેરી અને ઉનાળુ પાકને નુકશાન થતા ખેડૂતાે મુંઝવણમા મુકાઇ ગયા છે. હજુ પણ માવઠાની સ્થિતિ યથાવત જાેવા મળી રહી છે.

આજે ધારીમા સવારથી જ ઉકળાટભર્યુ વાતાવરણ રહ્યું હતુ. બપાેરે અાકરી ગરમી પડી હતી. જાે કે બપાેરબાદ વાતાવરણમા પલટાે અાવ્યાે હતાે. અહી અાકાશમા વરસાદી વાદળાે ઘેરાયા હતા અને વિજળીના કડાકા ભડાકા સાથે કમાેસમી વરસાદ પડી ગયાે હતાે. જેને પગલે માર્ગાે પર પાણી દાેડવા લાગ્યા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. જિલ્લામા સતત માવઠુ થતુ હાેય કેરી સહિત મગ, જીરૂ, તલ સહિતના પાકને નુકશાન થઇ રહ્યું છે.અન્ય સમાચારો પણ છે.(સોર્સ:દિવ્યભાસ્કર)

Related posts

માતાનું સપનું પૂરૂ કરવા સોલો બાઈક રાઈડિંગ

Vivek Radadiya

અયોધ્યામાં ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિ કરાઇ ફાઇનલ

Vivek Radadiya

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા વસૂલવામાં કટકી કરતાં હોવાનો ધારાસભ્યનો આક્ષેપ…

Abhayam