Abhayam News
AbhayamNews

મોદી સરકારે વાહનચાલકો માટે લીધો આ મોટો નિર્ણય, આ કામ આગામી વર્ષથી ફરજિયાત કરવું પડશે…

cસડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જૂના વાહનોના ફિટનેસને લઈને મોટો નિર્ણય લીધો છે.જે અંતર્ગત આગામી વર્ષથી ફિટનેસ સરકાર દ્વારા રજિસ્ટર્ડ ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશનથી કરાવવું ફરજિયાત છે.

આ ઉપરાંત અન્ય કોઈ પણ ફિટનેસ સેન્ટરના ફિટનેસ માન્ય ગણાશે નહીં. આ સંબંધમાં મંત્રાલયે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે અને અલગ અલગ વાહનો માટે અલગ અલગ ડેડલાઈન પણ આપી છે. 

સડક પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ સંબંધમાં પબ્લિક પાસેથી સૂચનો માગ્યા છે. 30 દિવસની અંદર લોકોએ સૂચનો આપવાના રહેશે.

લોકો વાંધાઓ અને સૂચનોને સંયુક્ત સચિવ, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, પરિવહન ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી 110001 અથવા ઈમેલ comments-morth@gov.in માધ્યમથી મોકલી શકશો.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર જૂના વાહનોને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશનથી ફિટનેસ કરાવાનું રહેશે.

ભારે વાહન અને ભારે પેસેન્જર વાહનોને 1 એપ્રિલ 2023થી અને મધ્યમ ભારે વાહન તથા પેસેન્જર વાહન અને હળવા ભારે વાહનને 1 જૂન 2024થી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ ઓટોમોટિક ટેસ્ટીંગ સ્ટેશન થી ફિટનેસ કરાવવું ફરજિયાત છે.

વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આઠ વર્ષ જૂના વાહનો માટે બે વર્ષ અને આઠ વર્ષથી વધારે જૂના વાહનો માટે એક વર્ષ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ખાનગીકરણ ને લઇ ને વિદ્યાર્થીઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવા નો પ્રયત્ન કરાયો…

Abhayam

વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે: કમિશ્નર

Vivek Radadiya

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પથ્થરમારો

Vivek Radadiya

1 comment

Comments are closed.