Abhayam News
AbhayamGujaratSpiritual

સ્વાહા શબ્દનો શું છે અર્થ?

સ્વાહા શબ્દનો શું છે અર્થ? જ્યારે પણ આપણે કોઈ હવનમાં બેઠા હોઈએ ત્યારે પંડિતજી તેમાં આહુતિ નાંખતા સમયે સ્વાહા બોલાવે છે. પરંતુ, આપણે કોઈ તે સમય દરમિયાન તેનો અર્થ પુછતાં નથી. શું તમે વિચાર્યું છે કે આખરે આહુતિ સમયે બોલાતો શબ્દ ‘સ્વાહા’નો શું અર્થ થાય છે?

આપણી આસપાસ આવા ઘણા શબ્દો બોલવામાં આવે છે, જેનો ઉપયોગ દરરોજ થાય છે પરંતુ આપણે ક્યારેય તેના વિશે વિચારતા નથી. ખાસ કરીને જો આપણે ધર્મ અને પૂજા સાથે જોડાયેલા શબ્દોની વાત કરીએ તો લોકો જેવું પંડિતજી બોલે છે તેવું જ બોલે છે. ક્યારેય તેનો અર્થ જાણવાનો પ્રયત્ન નથી કરતાં. આજે આપણે એવા જ એક શબ્દ વિશે જણાવીશું.

તમે જોયું જ હશે કે જ્યારે પણ હવનમાં પ્રસાદ ચઢાવવામાં આવે છે ત્યારે પંડિતજી સ્વાહા બોલવાનું કહે છે. શું તમે વિચાર્યું છે કે આ જ રીતે ઉપયોગમાં લેવાતા આ શબ્દનો અર્થ શું છે? જ્યારે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર આ સવાલનો જવાબ જાણવા માંગતા હતા, ત્યારે દરેકે અલગ-અલગ કારણો આપ્યા હતા.

સ્વાહા શબ્દનો શું છે અર્થ?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આપવામાં આવેલા જવાબો અનુસાર, સ્વાહાનો અર્થ થાય છે દેવતાઓનું આહ્વાન કરવું. જો સાદી ભાષામાં સમજીએ તો યજ્ઞ અગ્નિમાં નાખવામાં આવેલ પ્રસાદને ‘સ્વાહા’ શબ્દ ઉચ્ચારીને ભગવાનને આમંત્રિત કરવામાં આવે છે. સ્વાહાને દેવતાઓને હવિ અર્પણ કરવાનો મંત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે સ્વાહા ઉમેરીને હવિ અર્પણ કરવાથી દેવતાઓને હવિની પ્રાપ્તિ થાય છે. આટલું જ નહીં, જો આપણે માન્યતાઓની વાત કરીએ તો સ્વાહાને અગ્નિની શક્તિ માનવામાં આવે છે. તેને અગ્નિભાર્યા એટલે કે અગ્નિદેવની પત્ની માનવામાં આવે છે અને જે પણ વસ્તુઓ

મળ્યાં જુદા-જુદા જવાબ

કેટલીક જગ્યાએ સ્વાહાને પ્રજાપતિ દક્ષની પુત્રી પણ માનવામાં આવે છે. જો આપણે સામાન્ય રીતે જોઈએ તો સ્વાહાના અર્થનું પૃથ્થકરણ કરીએ તો જાણ થાય છે કે સ્વ અર્થાત પોતાનું અને હા અર્થાત ત્યાગથી બનેલું છે. પોતાના અહંકાર અથવા ધનનું ત્યાગ કરવું પણ સ્વાહાનો અર્થ થાય છે. આ પ્રકારે સમર્પણની ભાવનાને બતાવવા માટે સ્વાહા શબ્દનો પ્રયોગ અગ્નિમાં કંઈપણ નાંખતા પહેલા કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

10 દિવસમાં બીજી વાર હુમલો, CRPF અને DRG ના પાંચ જવાન શહીદ..

Kuldip Sheldaiya

વડોદરામાં મંત્રીનું નિવેદન બન્યું વિવાદો નો વિષય ..

Abhayam

YouTube જોવું થશે મોંઘું

Vivek Radadiya