Abhayam News
Abhayam

SIP અને SWP માંથી મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ છે સારી

SIP અને SWP માંથી મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ છે સારી સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન એટલે કે SWP દ્વારા, તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી એક નિશ્ચિત સમયમાં ચોક્કસ રકમ ઉપાડી શકો છો. જેવી રીતે SIP દ્વારા આપણે એક નિશ્ચિત રકમનું દર મહિને કે ત્રણ મહિને રોકાણ કરીએ છીએ. તેવી જ તેનું ઉલટું આ સ્કીમ દ્વારા રોકાણકારો એક નિશ્ચિત રકમ આ ફંડમાંથી ઉપાડી શકે છે.

SIP અને SWP માંથી મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ છે સારી

લોકો જુદી-જુદી બચત યોજનાઓ દ્વારા વધારાની આવક મેળવી શકે છે. બેંકની સાથે પોસ્ટ વિભાગ પણ પોતાની સેવિંગ્સ સ્કીમ ચલાવી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે વધારે રિટર્ન કયાંથી મેળવી શકાય એટલે કે, કઈ સ્કીમમાં ઈન્વેસ્ટ કરીને વધારે વળતર મળી શકે. આવી સ્થિતિમાં તમે SWP એટલે કે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનથી ફાયદો મળી શકે છે. થોડા સમય પહેલા FD પરના વ્યાજમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ફરી એકવાર રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટમાં રિસ્ક ફ્રી રોકાણ કરી રહ્યા છે.

સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન એટલે કે SWP દ્વારા, તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી એક નિશ્ચિત સમયમાં ચોક્કસ રકમ ઉપાડી શકો છો. જેવી રીતે SIP દ્વારા આપણે એક નિશ્ચિત રકમનું દર મહિને કે ત્રણ મહિને રોકાણ કરીએ છીએ. તેવી જ તેનું ઉલટું આ સ્કીમ દ્વારા રોકાણકારો એક નિશ્ચિત રકમ આ ફંડમાંથી ઉપાડી શકે છે.

10,000 રૂપિયાની મંથલી લિમિટ સેટ કરી શકો

ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. તમે ઈચ્છો છો કે દર મહિને એક નિશ્ચિત રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમાં થાય. તેના માટે તમે 10,000 રૂપિયાની મંથલી લિમિટ સેટ કરી શકો છો. તેને કારણે, મ્યુચ્યુઅલ ફંડમાં બચેલી રકમ પર બજારના ઉતાર-ચઢાવ મૂજબ ફેરફાર થશે. તેમ છતા તમારી SWP ની રકમ એક સરખી રહેશે. આ સ્કીમનો ફાયદો તો જ મળશે જો એક મોટી એમાઉન્ટનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે.

નોકરી બાદ SWP એક બેસ્ટ સ્કીમ સાબિત થઈ શકે છે. એટલે કે તમે નિવૃત્તિ બાદ દર મહિને ફિક્સ રકમ મેળવી શકો છો. આ સ્કીમ માટે તમારે તમારી ચાલુ યોજનામાં SWP પ્લાનને એકટિવ કરાવવો પડશે. લિમિટ સેટ કર્યા બાદ નિર્ધારિત સમયે તમારા બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

Vivek Radadiya

Sabka Sapna Money Money: આ 12 Mutual Fundએ ત્રણ વર્ષમાં આપ્યુ 23થી 30 ટકા રિટર્ન, ટેક્સ પણ બચાવ્યો

Vivek Radadiya

ગુજરાતની મોદી સરકારમાં 10 વર્ષ મંત્રી રહેલા મંગુભાઈ પટેલ MPના રાજ્યપાલ બન્યા

Abhayam