Abhayam News
AbhayamNews

સુપ્રીમ કોર્ટમાં :-ઓમિક્રોનના જોખમને પગલે 5 ચૂંટણી રાજ્યોમાં રેલીઓ પર પ્રતિબંધ અંગે અરજી દાખલ..

ઓમિક્રોનના વધતા જોખમને જોતા 5 રાજ્યોમાં થનારી ચૂંટણીને લઈને થઈ રહેલી રાજકીય રેલીઓ પર રોક લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યોમાં થઈ રહેલી રાજકીય રેલીઓ પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે.

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. નવા વેરિઅન્ટને લઈને સમગ્ર દેશમાં એલર્ટ છે.

દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં પ્રતિબંધ પણ લગાવી દીધા છે. આ તમામની વચ્ચે યૂપી સહિત પાંચ રાજ્યોમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. એવામાં અલ્હાબાદ હાઈકોર્ટે પીએમ મોદી અને ચૂંટણી આયોગને યુપી ચૂંટણી ટાળવા અને રેલીઓ પર રોક લગાવવાની અપીલ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી આયોગને આ નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે કે તમામ રાજકીય પાર્ટીઓને ડિજિટલ રેલીને લઈને આદેશ જારી કરે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એ પણ કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી આયોગની રાજકીય રેલીઓને લઈને જે આદેશ આપવામાં આવ્યો છે તેનુ પાલન થઈ રહ્યુ નથી. વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે.

સમગ્ર દુનિયામાં ઓમિક્રોનનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. ભારતમાં પણ આ વેરિઅન્ટના ત્રણ સો થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં ત્રીજી લહેરનુ અંદેશો આવા સમયમાં જણાવવામાં આવી રહ્યુ છે જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય યુપી સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થનારી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે વિનંતી કરી છે કે ચૂંટણી રેલીઓ, સભાઓ જેમાં ભીડ એકઠી થાય, તેની પર તત્કાલ રોક લગાવે. જો શક્ય હોય તો ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીને પણ એક-બે મહિના માટે ટાળી દેવામાં આવે. હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યુ કે જાન છે તો જહાન છે.

જોકે ઓમિક્રોનને લઈને સરકાર ગંભીર છે. પીએમ મોદીએ પણ કોરોનાને લઈને સમીક્ષા બેઠક કરી અને કોરોના પર કાબૂ મેળવવાને લઈને મંથન કર્યુ.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક છે જે માટે તમામ પાર્ટીઓ રેલી, સભાઓ વગેરે કરીને લાખોની ભીડ એકઠી રહી છે જ્યાં કોઈ પણ પ્રકારથી કોરોના પ્રોટોકોલનુ પાલન કરવુ સંભવ નથી અને આ સમય રહેતા રોકવામાં આવ્યુ નહીં તો પરિણામે બીજી લહેરથી ઘણુ ભયાવહ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું…

Abhayam

સુરત:-Cyss દ્વારા યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર આંદોલન..

Abhayam

સુરત:-એમ્બ્રોઇડરી જોબવર્કમાં કામ કરતા મૃતક સભ્યોનાં પરિવારોને આર્થિક મદદરૂપ થતું તેજસ સંગઠન

Abhayam

1 comment

Comments are closed.