Abhayam News
AbhayamBusinessGujaratTechnology

ભારતના મજબૂત ઈકોનોમિક ગ્રોથનું પૈડું

ભારતના મજબૂત ઈકોનોમિક ગ્રોથનું પૈડું MSME Day 2022: યુએન જનરલ એસેમ્બલીની 74મી પ્લીનરીમાં 27 જૂનના રોજ MSME Day તરીકે ઉજવવાના રિઝોલ્યુશન અડોપ્ટ કરવામાં આવ્યું હતું. આ રિઝોલ્યુશન ઘણું મહત્તવપૂર્ણ છે કારણ કે MSMEs સતત વિકાસના લક્ષ્ય હાંસલ કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મોટા પાયે રોજગારીના સર્જનમાં પણ તેનું યોગદાન મહત્ત્વનું છે.

ભારતના મજબૂત ઈકોનોમિક ગ્રોથનું પૈડું

World MSME Day 2022:કોઈ પણ દેશના ટકાઉ વિકાસમાં નાના તેમજ મધ્યમ કદના ઉદ્યોગોનું મહત્ત્વનું યોગદાન હોય છે. બીજી તરફ કોવિડ-19 જેવી મહામારી જેવી આપત્તિની સ્થિતિમાં આવી કંપનીઓ સૌથી વધુ અસર પામે છે. કોવિડ-19ની મહામારીના કારણે આવી કંપનીઓએ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

આ વચ્ચે સોમવારે MSME Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આવો જાણીએ કે MSMEs માટે સ્પેશ્યલ ડેની શરૂઆત ક્યારે થઈ અને તેનું કેટલું અધિક મહત્ત્વ છે.

વર્લ્ડ MSME Dayની શરૂઆત

છ એપ્રિલ 2017ના યુએન જનરલ એસેમ્બલીની 74મી પ્લીનરીમાં 27 જૂનના રોજ MSME Day તરીકે ઉજવવાના રિઝોલ્યુશન અડોપ્ટ કરવામાં આવ્યું હતું. આ રિઝોલ્યુશન ઘણું મહત્તવપૂર્ણ છે કારણ કે MSMEs સતત વિકાસના લક્ષ્ય હાંસલ કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ ઉપરાંત મોટા પાયે રોજગારીના સર્જનમાં પણ તેનું યોગદાન મહત્ત્વનું છે.

ખાસ કરીને આ ઉદ્યોગો ઈનોવેશન અને ક્રિએટિવિટીને પ્રમોટ કરે છે તેથી તેમાં રોજગારીની વિશેષ તક પણ રહેલી હોય છે. MSME Dayની ઉજવણીનો આશય MSMEs સાથે જોડાયેલા પડકારોની નોંધ કરવી તેમજ આ સમસ્યાઓના ઉકેલનો રસ્તો કાઢવો તેમજ આવા ઉદ્યોગોની સફળતાને સેલિબ્રેટ કરવાનો છે.

આ વખતના MSME Dayની થીમ

આ વર્ષે MSME Dayનું ફોકસ થોડું અલગ છે. આ માટેનું કારણ એવું છે કે વિશ્વભરમાં હાલમાં અનિશ્ચતતાનો માહોલ છે. આ વખતે મહામારી નહીં પણ આર્થિક પરિસ્થિતિમાં જોવા મળેલું મોટું પરિવર્તન છે. રશિયા-યુક્રેન સંકટ, સપ્લાય ચેઈનની સમસ્યા, મોંઘવારીનો ઊંચો દર અને અનાજની અછત જેવી સમસ્યાઓથી ગ્લોબલ રિકવરીનો પથ મુશ્કેલ જણાઈ રહ્યો છે.

આ વર્ષે MSME Dayનું મુખ્ય ફોકસ આ પડકારોને પાર કરવા તેમજ ટકાઉ વિકાસ હાંસલ કરવા અંગેનું છે.

MSME ઈકોસિસ્ટમ અંગે ભારતીય યુવા શક્તિટ્રસ્ટની ફાઉડિંગ અને મેનેજિંગ ટ્રસ્ટી લક્ષ્મી વી. વેંકટેશને કહ્યું હતું કે, મારો દ્રઢ વિશ્વાસ છે કે દર વર્ષે વર્કફોર્સમાં પ્રવેશ કરવા વાળા 2 કરોડ નવી નોકરી ઈચ્છનારાઓ ‘જનસંખ્યાના હિસ્સા’ને ‘આત્મનિર્ભર’ જોબ ક્રિએટર બનવામાં મદદ કરવા આ મેંટર મેંટી મોડલ ભારતના યુવાધનની જરૂરિયાતોને બહુ સારી રીતે પૂરી કરી શકે છે.

દર વર્ષે આર્થિક વિકાસની સાથે સાથે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરવું એ હંમેશા સરકાર માટે એક મોટો પડકાર સાબિત થયો છે. પ્રમાણમાં નાના ઉદ્યોગકર્મીઓને તેમના MSME સ્થાપવામાં મદદ પૂરી પાડીને આપણે યુવાનોની બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, હું સરકારને આ પ્રકારના કાર્યક્રમો શરૂ કરવાનો આગ્રહ કરુ છું અને લાખો યુવા ભારતીયોને ગ્રામપ્રીન્યોર બનાવવા માટે ઈન્ડિયા ઈન્ક સમક્ષ પણ મંટરિંગ મિશનમાં રોકાણ કરવાનો અનુરોધ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે….

Related posts

દિલ્હી-NCRમાં ફરી જોરદાર ભૂકંપ,

Vivek Radadiya

આ શહેરની હોસ્પિટલ પર મિસાઇલ એટેક બે ડૉક્ટરો સહિત આટલા લોકોના મોત..

Abhayam

SBI માં પરીક્ષા વિના નોકરી મેળવવાની તક

Vivek Radadiya

1 comment

તમારા ઘરની છત નિયમિત આવકનો સ્રોત બની શકે છે - Abhayam News October 28, 2023 at 10:04 am

[…] ભારતના મજબૂત ઈકોનોમિક ગ્રોથનું પૈડું […]

Comments are closed.