Abhayam News
AbhayamNews

WhatsApp મોદી સરકાર વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યું..

ભારતીય આઈટી રુલ્સ ચેલેન્જ કરવા મુદ્દે વ્હોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે, કોઈ યુઝરની ચેટ ટ્રેસ કરવી મતલબ દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ વ્હોટ્સએપ પાસે હશે. તેનાથી યુઝરની પ્રાઈવસી જે તેમનો ફંડામેન્ટલ રાઈટ છે તે ભંગ થશે. તેઓ ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખીને આ અંગે સમાધાન શોધવા પ્રયત્ન કરશે. તેમાં જો તેમના પાસે કોઈ લીગલ વેલિડ રિક્વેસ્ટ આવશે તો તેને લઈને તેઓ તેમના પાસે ઉપલબ્ધ તમામ જાણકારી ઉપલબ્ધ કરાવશે. 

સરકારના નવા ડિજિટલ નિયમોના વિરોધમાં વ્હોટ્સએપ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે. વ્હોટ્સએપ દ્વારા નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવા કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કારણ કે તે યુઝર્સની પ્રાઈવસીની વિરૂદ્ધ છે. કોર્ટમાં વ્હોટ્સએપે આ નવા કાયદાઓને ગેરબંધારણીય ગણાવ્યા છે કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમાય છે. 

નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ પોસ્ટ સૌથી પહેલા કોણે કરી એવું પુછવામાં આવે તો તેને જવાબ આપવો પડશે

વ્હોટ્સએપ નવા ડિજિટલ નિયમોની વિરૂદ્ધમાં છે. નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ પોસ્ટ સૌથી પહેલા કોણે કરી એવું પુછવામાં આવે તો તેને જવાબ આપવો પડશે. આ નવા નિયમોના કારણે વ્હોટ્સએપ સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વિસનગરમાં રૂ. 109 કરોડના ૮૫ વિકાસ પ્રકલ્પોની ભેટ

Vivek Radadiya

IPS – Ramesh Savani – પોલીસ; એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી ; કેમ?

Abhayam

ઈસરો હવે અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સ્થાપશે અને ચંદ્ર પર માનવ મોકલશે; જાણો ક્યારે ગગનયાન લોન્ચ થશે

Vivek Radadiya