વડોદરામાં ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં 3 થી 6 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. જો કે આગામી પાંચ દિવસ સુધી અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
a
યુટ્યુબર એલ્વિશ યાદવ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. તાજેતરમાં એલ્વિશે એક એફઆઈઆર નોંધાવી હતી, જે મુજબ યુટ્યુબરને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં તેની પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જોકે હવે ખુદ યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોઈડા પોલીસે યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલમાં જ નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને પાંચ લોકોની અટકાયત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે 9 કોબ્રા સાપ અને સાપનું ઝેર કબજે કર્યું હતું. પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો એલ્વિશ યાદવનું નામ પણ સામે આવ્યું.વડોદરામાં ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ
અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સનું સુપર મેગા ઓપરેશન કરવામાં આવ્યું છે. શહેરના નામાંકીત એવાં બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતા ના દરોડા પાડવામાં આવતાં સમગ્ર બિલ્ડર લોબીમાં તહેવારો ટાણે ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો.શહેરના સાયન્સ સીટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ અનિલભાઈ પટેલ સહિત બે ડઝન સ્થળોએ તવાઈ કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ શહેરના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આઈટી ત્રાટકયુ હતું. અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં પણ તપાસ ચાલી છે. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં આવ્યા છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા ખાતા દ્વારા તપાસ હાથ ધરી છે. ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટી કરચોરી મળી આવે તેવી સંભાવના છે.
બોપલમાં ફ્લેટની સુરક્ષા માટે રાખેલા સિક્યુરીટી ગાર્ડએ મહિલા અને ઘરઘાટી યુવતી પર ગેંગ રેપ કરીને ધાડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બનાસકાંઠા પોલીસે પાલનપુરથી શ્રીનાથ ટ્રાવેલ્સમાં 5 સિક્યુરીટી ગાર્ડની કરી ધરપકડ. કરી છે. એકલી રહેતી બિઝનેશ વુમન અને યુવતી પર થયેલા જાતીય હુમલા અને ધાડને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરામાં ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ
વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરી અધિકારી અને બિલ્ડરોને ઘી-કેળા છે. કપાતનાં નિયમો નેવે મુકી બિલ્ડરોને કપાત વિના જમીન આપ્યાનો ખુલાસો થયો છે. વિપક્ષી નેતાઓને રજૂઆત કરતા ઓછી કપાત કરેલ 8 જમીનોનાં અભિપ્રાયો રદ્દ કરાયા છે. વડોદરા કોર્પોરેશનને વિપક્ષી નેતાની ફરિયાદ બાદ વિસંગતતા દેખાતાં કાર્યવાહી હાથ ધરી છે. 8 બિલ્ડરોનાં અભિપ્રાય રદ્દ કરી બાંધકામની પરવાનગી સ્થગિત કરાઈ છે. આડેધજ મંજૂરી મેળવેલા અન્ય બિલ્ડરો સામે કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે. ત્યારે પૂર્વ સિનિયર TPO નાં સમયમાં કૌભાંડ થયાની ચર્ચાઓ છે. 40 ટકા કપાતનાં નિયમ સામે મિલિ ભગતથી ફક્ત 5 ટકા જમીન કપાતનો ખુલાસો થયો છે. આ બાબતે પૂર્વ વિપક્ષી નેતા દ્વારા મસમોટા કપાત કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં રાજ્યકક્ષાએ MoU કરવાનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં 47 MoU રૂ. 25,845 કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.
સુરત જિલ્લામાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. દરજી કામ કરતા 50 વર્ષીય વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમનુ હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક મૂળ ઉમરપાડાના વાડી ગામના વતની હતા. અત્રે જણાવીએ કે, વસંત ચૌધરી ઉમરપાડાના આંબાવાડી ગામે રહેતા હતા. અમરેલીમાં ધોરણ-9ના અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે. શાંતાબા ગજેરા સંકુલની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યો હતો. પરીક્ષા દરમિયાન સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યા હતો તે દરમિયાન વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યા હાજર તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.
‘ગોતી લો’ ફેમ આદિત્ય ગઢવી PMથી ખૂબ પ્રભાવિત થયા છે. જેને લઈ હવે આદિત્ય ગઢવીએ ખાસ વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ PM મોદીની કાર્ય નીતિની પ્રશંસા કરી છે. આ સાથે દેશના વિકાસ માટે પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. આદિત્ય ગઢવીએ પોતાની PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો એક કિસ્સો પણ વિડીયોમાં કહ્યો છે. તેમણે કહ્યું કે, મને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘ભણે છે કે નહીં લા’.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને ગુરુવારે છત્તીસગઢમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. જેમાં 5.39 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. મહાદેવ બુક ઓનલાઈન સટ્ટાબાજી એપ સિન્ડિકેટની તપાસ દરમિયાન ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પકડાયેલા કેશ કુરિયર અસીમ દાસે ખુલાસો કર્યો છે કે ‘બઘેલ’ના નામે રાજકારણીને મોટી રકમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 2 નવેમ્બરના રોજ, EDને ગુપ્ત માહિતી મળી હતી કે 7 અને 17 નવેમ્બર 2023ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ ખસેડવામાં આવી રહી છે. ઇડીએ હોટેલ ટ્રાઇટન અને અન્ય સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. ભિલાઈ અને સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ખર્ચ માટે મોટી રકમની રોકડ પહોંચાડવા માટે UAEથી ખાસ મોકલવામાં આવેલા કેશ કુરિયર અસીમ દાસની અટકાયત કરવામાં આવી હતી.
હંમેશા ચર્ચામાં રહેવા ટેવાયેલા અભિનેત્રી ઉર્ફી જાવેદ વધુ એક વખત ચર્ચામાં છે. તેવામાં ઉર્ફીએ હાલ તેની ધરપકડનો ફેક વીડિયો બનાવતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે. આ મામલે મુંબઈ પોલીસે ઉર્ફી તથા ચાર શખ્સો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જેની સામે આઈપીસીની 4 કલમો લગાવવામાં આવી છે. ઉર્ફી વિરુદ્ધ 171, 149 (છેતરપિંડી), 500 (બદનક્ષી) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
આજે શાનદાર ગ્લોબલ સંકેતોને લીધે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બેંકિંગ અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સ્ટોક્સમાં ખરીદીને લીધે બજારમાં વધારે તેજી જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં આજે પણ ખરીદી થઈ. આજે ટ્રેડિંગનાં અંતમાં BSE સેંસેક્સ 283 અંકોનાં ઊછાળા સાથે 64364 અંકો પર ક્લોઝ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 98 અંકોની તેજી જોવા મળી. વધારા બાદ આ આંકડો 19230 અંકો પર બંધ થયો છે.
ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં અફઘાનિસ્તાને પોતાની ચોથી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે.આ વર્લ્ડ કપમાં જ નહીં પરંતુ ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં પણ આ તેનું સુપર પ્રદર્શન કહી શકાય છે. આજે અફઘાનિસ્તાને નેધરલેન્ડને 7 વિકેટે પછાડી જીત હાંસલ કરી લીધી છે સાથે જ પોઈન્ટ ટેબલમાં પાંચમું સ્થાન મેળવી લેતા પાકિસ્તાનની મુશ્કેલીમા વધારો થયો છે. બીજી તરફ પાકિસ્તાન પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને ગગડી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે