Abhayam News
Abhayam

ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં

Liquor ban has been in effect in Gujarat since its inception

ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. તાજેતરમાં સરકારે આમાં થોડી છૂટછાટ આપી છે.જે અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે. આ પહેલા સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી.જેની સંખ્યામાં ત્રણ વર્ષમાં 58 ટકાનો વધારો થયો છે.રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના આંકડા પરથી આ માહિતી મળી છે.ડેટા અનુસાર ગુજરાતમાં હવે 43,470 પરમિટ ધારકો છે. જે નવેમ્બર 2020 માં 27,452 દારૂ પરમિટ ધારકો હતા.

Liquor ban has been in effect in Gujarat since its inception

ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં

વિદેશી તેમજ અન્ય રાજ્યોનાં પ્રવાસીઓને એક સપ્તાહ સુધી દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવે છે
ગુજરાત એ રાજ્ય છે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો.આવી સ્થિતિમાં રાજ્યની રચના પછીથી અહીં દારૂના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. રાજ્યની વસ્તી આશરે 6.7 કરોડ હોવાનો અંદાજ છે. નશાબંધી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્યના કારણોસર જેમને દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના લોકોને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વધુમાં વધુ એક સપ્તાહ સુધી દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવશે.

Liquor ban has been in effect in Gujarat since its inception

ગુજરાતમાં ક્યાં કેટલી દારૂની પરમીટ
માહિતી અનુસાર અમદાવાદ જિલ્લો 13,456 દારૂની પરમિટ સાથે ટોચ પર છે. ત્યારબાદ સુરત (9,238), રાજકોટ (4,502), વડોદરા (2,743), જામનગર (2,039), ગાંધીનગર (1,851) અને પોરબંદર (1,700) છે.અન્ય માહિતી અનુસાર ગુજરાતમાં 77 હોટેલોને પરમિટ ધારકો તેમજ દેશના અન્ય ભાગો અથવા વિદેશમાંથી રાજ્યની મુલાકાતે આવતા લોકોને દારૂ વેચવા માટેનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂની પરમિટ ત્યારે જ આપવામાં આવે છે. જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ અરજદારના સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન જરૂરી હોવાનું જાહેર કરતું પ્રમાણપત્ર જારી કરે છે.

Liquor ban has been in effect in Gujarat since its inception

ગયા અઠવાડિયે જ ગુજરાત સરકાર દ્વારા દારૂ પીવાની છૂટ આપતો નિર્ણય કર્યો હતો
ગયા અઠવાડિયે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ‘ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ’ પ્રદાન કરવા માટે રાજ્ય સરકારે આ વિસ્તારમાં દારૂ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને દારૂ પીરસવાની મંજૂરી આપી હતી.નવી સિસ્ટમ હેઠળ ગિફ્ટ સિટી વિસ્તારમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબ્સને વાઇન અને ફૂડ ફેસિલિટી માટે પરમિટ આપવામાં આવશે. એમ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.જો કે તેમને લોકોને દારૂની બોટલો વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

શું સહારાના રોકાણકારોને પૈસા મળશે? 

Vivek Radadiya

રામ મંદિર માટે ખરીદેલી જમીનમાં કૌભાંડનો આરોપ:-10 મિનિટમાં 2 કરોડ થયા આટલા કરોડ..

Abhayam

રાજકોટ : સિમકાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું..

Abhayam