Abhayam News
AbhayamTechnology

કંટ્રી કોડ શું હોય છે? કોણ આપે છે આ કોડ?

What is country code? Who gives this code?

કંટ્રી કોડ શું હોય છે? કોણ આપે છે આ કોડ? તમે ક્યારેય વિચાર્યુ છે કે ભારતમાં તમામ નંબર્સની આગળ +91 કોડ કેમ લખવામાં આવે છે, આ કોડને કંટ્રી કોડ કહેવામાં આવે છે. જો કે ભારતને +91 કોડ જ કેમ મળ્યો એ તમે જાણો છો ?+

કંટ્રી કોડ શું હોય છે ? : આ માટે કંટ્રી કોડના સિસ્ટમને સમજવુ પડશે.તે કંટ્રી કોલિંગ કોડ કે કંટ્રી ડાયલ ઇન કોડ અથવા યુઝ ટેલિફોન નંબર પ્રીફિક્સ તરીકે ફોન નંબરની આગળ લગાવવામાં આવે છે.

કંટ્રી કોડ શું હોય છે? કોણ આપે છે આ કોડ?

તેનો ઉપયોગ શું ? : કંટ્રી કોડ ઇન્ટરનેશનલ ટેલિફોન નંબરિંગ યોજનાનો ભાગ છે. તેનો ઉપયોગ એક દેશમાંથી બીજા દેશમાં કોસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પોતાના દેશમાં આ કોડ ઓટોમેટિક લાગી જાય છે.

કેવી રીતે કોડ મળે છે ? : કયા દેશને કયો કોડ મળશે, તે તેના ઝોન અને નંબર પર આધાર રાખે છે. ભારત નવમાં ઝોનનો પ્રથમ દેશ છે.તેથી અહીં +91 કોડ છે.

અન્ય દેશોનો કોડ શું છે ? : જે રીતે ભારત માટે +91 કોડનો ઉપયોગ થાય છે.તે જ રીતે પાકિસ્તાનનો કંટ્રી કોડ +92 છે. આ કોડને ઇન્ટરનેશનલ સબસ્ક્રાઇબર્સ ડાયલિંગ પણ કહેવામાં આવે છે. તુર્કીનો +90, અફઘાનિસ્તાનનો +93 અને શ્રીલંકાનો +94 કોડ છે.

કોના દ્વારા આપવામાં આવે છે આ નંબર ? : ટેલિકોમ્યુનિકેશન યુનિયન(ITU) આ નંબર આપે છે.આ એક સ્પેશિયલ એજન્સી છે. જે યુનાઇટેડ નેશન્સનો એક ભાગ છે.તેની શરુઆત 17 મે 1865માં થઇ હતી.

ITU શું છે ? : આ એજન્સીનું નામ પહેલા ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન હતું. આ એજન્સી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી સંબંધિત મુદ્દાઓ પર કરે છે કામ.

કેટલા દેશ છે સામેલ ?: તેનું હેડક્વાર્ટર જેનેવામાં છે. 193 દેશ આ યુનિયનના ભાગ છે. કંટ્રી કોડ આપવો એ આ એજન્સીના તમામ કામ પૈકીનું એક કામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાણો મોબીલે બેટરી ચાર્જ કરવા વિશે

Vivek Radadiya

2024ના નવા વર્ષમાં અનેક લક્ષ્યાંક સાથે ભાજપ મક્કમ

Vivek Radadiya

ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત

Vivek Radadiya

1 comment

Comments are closed.