રેવ પાર્ટી શું છે પીપલ ફોર એનિમલ્સ સંસ્થાના ગૌરવ ગુપ્તાએ એલ્વિશ આ પાર્ટીના આ આરોપ લગાવ્યા છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમણે યુટ્યુબર એલ્વિશ યાદવ સાથે સંબંધ હોવાની કબૂલાત કરી છે. પોલીસને ઝડપાયેલા લોકો પાસેથી કોબ્રા અને સાપના ઝેર સહિત વિવિધ પ્રજાતિના 9 સાપ મળી આવ્યા છે.
રેવ પાર્ટીઓમાં સાપના ઝેરને પ્રોવાઈ કરાવવા બદલ નોઈડા સેક્ટર 49માં બિગ બોસ ઓટીટીના વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાય છે. આ પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પાર્ટીમાં સાપ સાથે વીડિયો શૂટ કર્યો હતો. પીપલ ફોર એનિમલ્સ સંસ્થાના ગૌરવ ગુપ્તાએ એલ્વિશ આ પાર્ટીના આ આરોપ લગાવ્યા છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમણે યુટ્યુબર એલ્વિશ યાદવ સાથે સંબંધ હોવાની કબૂલાત કરી છે. પોલીસને ઝડપાયેલા લોકો પાસેથી કોબ્રા અને સાપના ઝેર સહિત વિવિધ પ્રજાતિના 9 સાપ મળી આવ્યા છે.
એલ્વિશ યાદવ કેસમાં પોલીસે જે આરોપીઓની અટકાયત કરી છે તેમની પાસે અમુક ચોક્કસ પ્રજાતિના સાપ મળી આવ્યા છે. આ સાથે જે તે સ્થળ પરથી 25 મિલી સાપનું ઝેર પણ મળી આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે રેવ પાર્ટીઓમાં સાપ અને તેના ઝેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાપનું ઝેર બોડીમાં શું અસર કરે છે?
રિપોર્ટ અનુસાર સાપના ઝેરમાં કેટલાક પ્રકારના એવા રસાયણો હોય છે જે એક ખાસ પ્રકારનો આનંદ આપે છે. શરીરને એનર્જીથી ભરે છે અને તેની સીધી અસર મગજ પર થાય છે. તેમજ એકવાર નશો કર્યા પછી કેટલાક કલાકો સુધી તેની અસર ચાલુ રહે છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને ક્વોરા પ્લેટફોર્મમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સાપના ઝેરના થોડા ટીપાં આલ્કોહોલમાં ભળી જાય છે. તે નશાની અસર વધારવાનું કામ કરે છે.
આવી સ્થિતિમાં, સવાલ એ છે કે રેવ પાર્ટી હોય છે શું અને તેમાં સાપના ઝેરનો ઉપયોગ શું છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને તે કેટલું જોખમી છે.
રેવ પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ શું છે?
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિપોર્ટ અનુસાર, આખી દુનિયામાં ઘણી દવાઓનો ઉપયોગ થાય છે આલ્કોહોલની લતમાં વધારો કરે છે. સાપનું ઝેર પણ આ શ્રેણીમાં આવે છે. આને સાયકોએક્ટિવ પદાર્થો કહેવામાં આવે છે. તેમાં શરૂઆત દારૂમાં સાપનું ઝેર ભેળવીને પીવે છે. તમને જણાવી દઊએ કે તેના માટે સાપની કેટલીક ખાસ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં કોબ્રા, લીલો સાપ અને ક્રાઉન ક્રેટ સ્નેકનો સમાવેશ થાય છે. મુંબઈ અને મેંગલુરુ સહિત દેશના ઘણા શહેરોમાં સાપના ઝેરના વ્યસનના કિસ્સા નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે