સુરતની દિકરી ગ્રીષ્માની આજે અંતિમ યાત્રા નીકળી. મૃતક યુવતીના પિતા આફ્રિકા હોવાથી અંતિમ યાત્રામાં મોડું થયું હતું.

12મી ફેબ્રુઆરી શનિવારે સાંજના સમયે ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. આજે 12 કિમી સુધીની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
જેમા તેમણે તેને ભાવભીની વિદાય આપી હતી. યાત્રામાં જેટલા પણ લોકો હાજર રહ્યા હતા દરેકની આંખમાં ભીની જોવા મળી હતી.

અંતિમ યાત્રાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી. જેથી આ ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથે જ ગ્રીષ્માના પરિવાર પ્રત્યે લોકો સહાનૂભૂતિ દાખવી રહ્યા છે.

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનીલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળુ કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.

કાળજા કરો કટકો મારો દેહથી છૂટી ગયોનાં બેનર મારવામાં આવ્યા હતા. ગિષ્માં વેકરીયા અંતિમ યાત્રા જ્યાં જ્યાંથી પાસર થઈ હતી તે વિસ્તારના લોકો પણ યાત્રા જોઈને અંતરથી તુટી ગયા હતા અને તેમની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં.
છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
ત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. ઘાયલ મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા સહિત આરોપીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…