Abhayam News
AbhayamNews

રાજકોટ : સિમકાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું..

50 કે તેથી વધારે રૂપિયામાં મળતું સીમ કાર્ડ જેના નામે એકટીવ થયું હોઇ તેને ન આપી આ જ કાર્ડ બીજા ગમે તેને આધાર પુરાવા વગર રૂ. 400 થી 500 માં વેંચી દેતો હોવાની વિગતો ખુલી…

આવતાં ગ્રાહકો પાસેથી આધાર પુરાવા મેળવી તેનો ફોટો કેપ્ચર કરી એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવી લેતા હતા. બાદમાં ગ્રાહકને ‘તમારો ફોટો મેચ નથી થતો, કાર્ડ એકટીવ નહિ થાય’ તેમ કહી દઇ તેને કાર્ડ ન આપી આ એકટીવ થઇ ગયેલું કાર્ડ બીજા કોઇને વધુ રૂપિયામાં વેંચી દઇ રોકડી કરી લેવાનું કૌભાંડ શહેર એસઓજીએ પકડી લઇ ગાંધીગ્રામના એક શખ્સને સકંજામાં લીધો છે. આ શખ્સને ગાંધીગ્રામ પોલીસને સોંપતાં વધુ તપાસ થઇ રહી છે.

ધવલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે વોડાફોન આઇડિયા કંપનીના રાજકોટ ખાતેના ટેરેટરી સેલ્સ મેનેજર નિખીલભાઇ કાલરીયાએ મારી પાસે આવી મને જણાવેલ કે શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઇઝમાં કમિશનથી કામ કરતા મયુરભારથીએ આર્થિક ફાયદો મેળવવા માટે બનાવટી ગ્રાહક કરાર ફોર્મ અરજી બનાવી સીમકાર્ડ અનઅધિકૃત રીતે રજીસ્ટ્રેશન કરી ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા મેળવી સીમકાર્ડનું ગેરકાયદેસર વેચાણ કરે છે. રાજકોટ શહેર એસઓજી પોલીસે તેને ગત 22 જૂન 2021ના રોજ એકટીવ થયેલા પાંચ સીમકાર્ડ સાથે પકડ્યો છે.

રાજકોટ : સિમકાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું, આવી રીતે કરતા ખેલ

આ શખ્સ કંપની તરફથી 50 કે તેથી વધારે રૂપિયામાં મળતું સીમ કાર્ડ જેના નામે એકટીવ થયું હોઇ તેને ન આપી આ જ કાર્ડ બીજા ગમે તેને આધાર પુરાવા વગર રૂ. 400 થી 500 માં વેંચી દેતો હોવાની વિગતો પણ ખુલી રહી છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની વોડાફોન આઇડિયા કંપનીના નવા સીમકાર્ડ અને બેલેન્સ બાબતની ડિસ્ટ્રીબ્યુટર્સ એજન્સી છેલ્લા નવ વર્ષથી ચલાવતાં ધવલભાઇ કાલરીયાની ફરિયાદ પરથી મયુરભારથી ગોસાઇ (ઉ.વ. 25) સામે ગુનો નોંધ્યો છે.

જે બાબતે પોલીસ તપાસ ચલાવી રહેલ છે, તેમ વાત કરતા મેં વોડાફોન આઇડીયા કંપનીમાં તથા મારી રીતે તપાસ કરાવતા જાણવા મળેલ કે મયુર પાસેથી પોલીસે કબજે કરેલા સીમકાર્ડ પૈકીના બનાવટી ગ્રાહક કરાર ફોર્મ હોવાનુ જાણવા છતાં કંપનીની એપ્લિકેશનમાં ઉપયોગ કરી સીમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવી લીધેલ છે.

આવી જ રીતે અન્ય ગ્રાહકો જયારે સીમ કાર્ડ કઢાવવા માટે આવતા હોય ત્યારે તેઓના આધાર પુરાવા લઇ ફોટા કેપ્ચર કરી ગ્રાહકના નામે સીમકાર્ડ રજીસ્ટર કરી લેતો હતો. પરંતુ બાદમાં જે તે ગ્રાહકને કાર્ડ એકટીવ થઇ ગયું હોવા છતાં ન આપી એવું કહી દેતો હતો કે તમારો ફોટો મેચ નથી થતો એટલે કાર્ડ નહિીંમળે. હકિકતે કાર્ડ એકટીવ થઇ ગયું હોય છે. આ કાર્ડ અન્ય કોઇને તે આધાર પુરાવા લીધા વગર જ વધુ રૂપિયા મેળવી વેંચી દેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી..

Abhayam

પુતિનના આ નિર્ણયથી આખા વિશ્વને પરસેવો વળી ગયો

Vivek Radadiya

અમેરિકામાં T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન થશે. 

Vivek Radadiya