માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે કે, મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આજે વરસાદ વરસી શકે છે. જ્યારે 28 નવેમ્બરથી ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલ જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે
અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન
રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 19 ડિગ્રી અને વડોદરા, રાજકોટમાં પણ 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 22 ડિગ્રી તેમજ નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે