Abhayam News
AbhayamGujaratNews

જેમણે પોતાનું શિક્ષણ નવોદય વિદ્યાલયમાંથી મેળવ્યું છે તેમની સાથે ખાસ વાતચીત

જેમણે પોતાનું શિક્ષણ નવોદય વિદ્યાલયમાંથી મેળવ્યું છે તેમની સાથે ખાસ વાતચીત બાળકના જીવનના ઘડતરમાં માતા-પિતાનો મહત્વનો ફાળો રહેતો હોય છે પરંતુ જીવનમાં આગળ વધવા માટે જે જ્ઞાનના ભંડરની જરુર છે તે તેમને સ્કૂલમાંથી શિક્ષકો પાસેથી મળતો હોય છે. શહેરમાં વાલીઓ પોતાના બાળકોને સારામાં સારી સ્કૂલમાં મૂકવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે પરંતુ જ્યારે વાત ગામડાની આવે ત્યાં શહેરની સરખામણીમાં મોટાભાગે વિકલ્પ બહુ ઓછા હોય છે.

આમ છતાં તે બાળકોને ધગશ છે અને સતત આગળ વધવાની ઈચ્છા હોય તેમના માટે ભારતની શ્રેષ્ઠ સ્કૂલોમાંથી એક ગણાતી નવોદય પર પસંદગી ઉતારતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકોના વિકાસ માટે આ શાળાઓ ગુજરાત સહિત દેશભરમાં ચલાવવામાં આવે છે. આજે અમે અહીં આ જ શાળામાંથી ભણીને બહાર આવેલા અને આજે સફળતાની સીડી ચઢી રહેલા 30 વર્ષના યુવક મિલાપ જણસારીની સાથે નવોદયના અનુભવો વિશે વાત કરી છે અને તેનાથી જીવન ઘડતરમાં શું ફાયદો થયો તે પણ જાણવાનો પ્રયાસ કર્યો છે.જેમણે પોતાનું શિક્ષણ નવોદય વિદ્યાલયમાંથી મેળવ્યું છે તેમની સાથે ખાસ વાતચીત

navodayan

જેમણે પોતાનું શિક્ષણ નવોદય વિદ્યાલયમાંથી મેળવ્યું છે તેમની સાથે ખાસ વાતચીત

નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ તેનો કોઈ સીધી રીતે સરકારી લાભ મળતો નથી પરંતુ જ્યારે તમે કોર્પોરેટ ક્ષેત્રમાં નોકરી લેવા જાવ અને તમારી પ્રતિભા જોઈને ઈન્ટરવ્યૂઅર પર તમારી જે અસર હશે તે કંઈક અલગ હશે. આવી ઘણી વાતો અમે મિલાપ જણસારી સાથે કરી છે તે અહીં વિગતે જણાવી છે.

નવોદયમાં પ્રવેશ મેળવીને શરુઆતના દિવસોના અનુભવ કેવા હતા, શું નવું શીખવા મળ્યું?

સૌથી પહેલા વાત કરું તો નવોદય વિશે મેં જાણ્યું ત્યારથી ત્યાં મને ભણવા જવાની ઈચ્છા થઈ હતી, કારણ કે સામાન્ય સ્કૂલો કરતા આ ઘણી જ અલગ હતી. 2004માં મેં નવોદયમાં મને ઘોરણ-6માં એડમિશન મળ્યું હતું. ત્યારે એ સમય હતો કે જ્યારે અંગ્રેજી વિષયનું મારું જ્ઞાન A, B, C, Dથી વિશેષ નહોતું પરંતું અહીં અંગ્રેજી વિષયમાં ભણાવવામાં આવતું હતું જેથી મને લાગ્યું કે આ કઈ રીતે થશે. પરંતુ અહીંના શિક્ષકો પણ તેના માટે હંમેશા તૈયાર રહેતા હોય છે એટલે મારો ડર જતો રહ્યો હતો.

અહીં ધોરણ 6 અને 7 એમ બે વર્ષ માતૃભાષા અને હિન્દીમાં શિક્ષણ મળે છે પરંતુ ધોરણ 8થી CBSE પ્રમાણે જ અંગ્રેજીમાં અભ્યાસક્રમ હોય છે. મારા માટે શરુઆતના દિવસોમાં જે અંગ્રેજીનું જ્ઞાન અને માહોલની ચિંતા હતી તે અહીંના શિક્ષકોએ થોડાક જ દિવસોમાં દૂર કરી દીધી હતી, અને મારી જેમ અન્ય વિદ્યાર્થીઓને અંગ્રેજીને લઈને જે ડર હતો તે ક્યારે દૂર થઈ ગયો તે તેમને ખબર જ નહોતી પડી. નવોદય એવી સ્કૂલ છે કે જ્યાં તમારે ઘર છોડીને આવવું પડે છે પરંતુ શિક્ષકો પણ તમારી જેમ જ ઘર છોડીને આવ્યા હોય છે એટલે અહીંની સૌથી સારી બાબત એ છે તમને મોર્ડન ગુરુકુળ જેવો માહોલ મળે છે. હંમેશા તમે તમારા પ્રશ્નો અંગે શિક્ષકને પૂછી શકો છો અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓને શીખવવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે.

ઘર છોડીને આવ્યા પછી અહીં સૌથી મોટા શરુઆતના પડકારો કેવા હોય છે?

તમે ગમે તે ઉંમરમાં હોવ પરંતુ ઘર છોડીને બીજી જગ્યાએ જાવ એટલે પડકારોનો સામનો કરવો જ પડતો હોય છે પરંતુ આ જીવનનો એક ભાગ છે. હું નવોદયમાં આવ્યો ત્યારે જે રીતે ઘરે મમ્મી તમારા કપડા ધોવાથી લઈને તમારા નિત્યક્રમમાં મદદરૂપ થાય તેવું અહીં હોતું નથી. અહીં તમારે તમારા પગ પર ઉભા થવા માટે બધા કામો પણ શીખવા પડે છે, અને આ વાતનો મને હજુ પણ ફાયદો થાય છે અને હું મારા મોટાભાગના કામ આજે પણ સરળતાથી કોઈ ચિંતા વગર જાતે કરી શકું છું. નવોદયમાં શરુઆતના દિવસોમાં પોતાના કપડા, વાસણ ધોવાની સાથે સ્કૂલની વિવિધ સાફ-સફાઈની બાબતોનો કંટાળો આવતો હતો અને તેના માટે સમય કાઢવો અઘરું લાગતું હતું પણ આ કામ મારે એકલાએ નહીં બધાએ પોતાના કામ જાતે કરવાના રહેતા હતા એટલે જોડી રહીને તેની પણ કેળવણી થઈ હતી.

આ પ્રકારની શીખ મળવા અંગે મિલાપ કહે છે કે, સામાન્ય રીતે શરુઆતના દિવસોમાં કપડા, વાસણ, સફાઈ બધું વધારાનું કામ લાગતું હતું પરંતુ એક સ્ટેજ પર પહોંચ્યા પછી લાગ્યું કે જે બાબતો નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સાથે શીખવા મળી તે ઘણી જ ઉપયોગી થઈ રહી છે.

નવોદયમાંથી અભ્યાસ કર્યા પછી સરકારી નોકરી કે અન્ય જગ્યા પર કોઈ ખાસ લાભ મળે છે?

આ અંગે મિલાપ જણાવે છે કે, ના, એવું કંઈ હોતું નથી, પરંતુ અહીં ભણ્યા પછી તમારો કોન્ફિડન્સ લેવલ અલગ પ્રકારનો થઈ જતો હોય છે, તમે નાની-નાની બાબતોનો અભ્યાસ કરી શકો છો, તમારામાં જીવનમાં આવતા પડકારો સામે લડવાની સક્ષમતા વધે છે. ઈન્ટરવ્યૂ, ગૃપ ડિસ્કસન વગેરેમાં તમે અલગ તરી આવો છો. મારો પોતાનો પણ આવો અનુભવ ઈન્ટરવ્યૂ જેવી જગ્યાઓ પર રહ્યો છે. કેટલીક બાબતો તમને નવોદયમાં ભણ્યા તે સમયથી તમારામાં કેળવાય છે અને સમય આવે તેનો ફાયદો મળતો હોય છે.

નવોદય વિદ્યાલય બાકી સ્કૂલો કરતા કઈ રીતે અલગ છે?

નવોદય એક હાઉસ સ્કૂલ છે, જેમાં સ્કૂલની જ હોસ્ટેલમાં રહીને ભણવાનું હોય છે. આ સ્કૂલમાં ભણવાની બાબતમાં મને એક વસ્તુ યાદ છે કે કોઈ પણ પાછળ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હતી, એટલે કોઈ વિદ્યાર્થીને કોઈ બાબતમાં મુશ્કેલી પડતી હોય કે કોઈ વિષય સમજવામાં સમસ્યા આવતી હોય તો શિક્ષક તેમનું ખાસ ધ્યાન રાખે છે

અને તેમને અલગ-અલગ પદ્ધતિથી તેમની મુઝવણને દૂર કરે છે. અમારી દિનચર્યામાં ભણવા, રમવા, પોતાના માટેનો સમય વગેરે રીતે ટાઈમ ટેબલ ગોઠવવામાં આવ્યું છે જેમાં સ્કૂલ પછી પણ જો કોઈ વિદ્યાર્થીને અમુક બાબતે સવાલ હોય કે પછી તેમને કોઈ કારણોથી અમુક વિષયમાં કંઈક છૂટી ગયું હોય કે સમજવામાં સમસ્યા આવતી હોય તો તેમને તેમની મુઝવણો દૂર કરવામાં આવતી હોય છે.

આ સ્કૂલ એટલા માટે પણ ખાસ છે કે જેમને સારી સ્કૂલમાં ભણવું છે પરંતુ આર્થિક મુશ્કેલી નડી રહી હોય તો તેઓ અહીં એડમિશન લઈને પોતાની સારું ભણવાની મહત્વકાંક્ષાને સંતોષી શકે છે.

નવોદયમાં 6થી 12 સુધીનો અભ્યાસ કરીને જ્યારે મિલાપ નોકરી શોધવા ગયો ત્યારે તેને સતત સફળતા મળી હતી તેમણે વિવિધ મોટી કોર્પોરેટ કંપનીમાં કામ કર્યું છે, હાલ તેઓ ICIC બેંકમાં રિજનલ સિનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો..

Abhayam

સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

Vivek Radadiya

બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીએ કરી ચર્ચા

Vivek Radadiya