Abhayam News
AbhayamGujarat

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આપી રહી છે ચુકાદો 

The Supreme Court is giving its verdict in the Adani-Hindenburg case

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આપી રહી છે ચુકાદો  Adani Hindenburg Case : ગૌતમ અદાણી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સેબી ( SEBI )ની તપાસને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે સેબી ( SEBI ) ને આ મામલાની તપાસ માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટે નવેમ્બર-2023માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જેના પર આજે નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.

The Supreme Court is giving its verdict in the Adani-Hindenburg case

અદાણી-હિંડનબર્ગ કેસ પર ચુકાદો આપતી વખતે, CJI DY ચંદ્રચુડની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે સેબીની તપાસમાં કોઈ ગેરરીતિઓ બહાર આવી નથી. 24 કેસોની તપાસ પૂછવામાં આવી હતી, 2 પર તપાસ બાકી છે જે સેબી ( SEBI )ને ત્રણ મહિનામાં કરવા માટે કહેવામાં આવ્યું છે.

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આપી રહી છે ચુકાદો 

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
કોર્ટમાં સુનાવણી કરતી વખતે કહેવામાં આવ્યું છે કે, સુપ્રિમ કોર્ટની સેબી ( SEBI )ના રેગ્યુલેટરી ફિલ્ડમાં ડેલિગેટેડ કાયદા બનાવવાની સત્તા મર્યાદિત છે. ન્યાયિક સમીક્ષાનો અવકાશ એ જોવાનો છે કે શું મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. વધુ સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે, અમારી પાસે સેબી ( SEBI )ને તેના નિયમોને રદ કરવા માટે નિર્દેશ આપવાનો કોઈ માન્ય આધાર નથી અને હાલના નિયમો વિવાદાસ્પદ સુધારા દ્વારા કડક કરવામાં આવ્યા છે. બાકીની 2 તપાસ સેબી ( SEBI ) દ્વારા 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ભારત સરકાર અને સેબી ( SEBI ) શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરશે અને જો તેમ હોય તો કાયદા મુજબ પગલાં ભરશે.

The Supreme Court is giving its verdict in the Adani-Hindenburg case

જાણો પોઈન્ટ ઓફ જજમેંટ

  • OCCPR રિપોર્ટના આધારે સેબીની તપાસ પર શંકા કરી શકાય નહીં
  • સેબી ( SEBI )ની નિયમનકારી પ્રણાલીની ન્યાયિક સમીક્ષાનો અવકાશ મર્યાદિત છે
  • કોર્ટે સેબી ( SEBI )ને બાકીની 2 તપાસ 3 મહિનામાં પૂરી કરવાનો નિર્દેશ આપ્યો. સેબી ( SEBI )એ 22 તપાસ કરી છે
  • કોર્ટે સેબી ( SEBI ) પાસેથી SITને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો. અરજદારે આ માંગણી કરી હતી. એટલે કે હવે સેબી ( SEBI ) જ તપાસ કરશે
  • કોર્ટે સેબી ( SEBI )ને બદલે એસઆઈટીને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો 
  • સુપ્રીમ કોર્ટે અદાણી કેસની CBI તપાસની માંગને નકારી કાઢી છે
  • સુપ્રીમ કોર્ટે ભારત સરકાર અને સેબી ( SEBI )ને ભારતીય રોકાણકારોના હિતને મજબૂત કરવા માટે નિષ્ણાત સમિતિની ભલામણ પર કાર્ય કરવા જણાવ્યું  

ક્યારે આવ્યો હતો આ હિંડનબર્ગનો રિપોર્ટ ?
24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપના તમામ શેરમાં ભારે ઘટાડો થયો હતો અને તેમની મિલકતને પણ ભારે નુકસાન થયું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે ચુકાદાનો દિવસ પણ આવી ગયો છે.

નવા વર્ષ પર શું કહ્યું હતું ગૌતમ અદાણીએ ? 
આ દરમિયાન અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ નવા વર્ષ પર તેમના કર્મચારીઓને એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગના આરોપો પછી, આપણે ન માત્ર ફરી ઊભા થયા પણ રેકોર્ડબ્રેક પરિણામો પણ નોંધાવ્યા, અમારા સૌથી પડકારજનક વર્ષનો અભૂતપૂર્વ તાકાત સાથે અંત કર્યો છે. 

સુપ્રીમ નિર્ણયની શેરોને અસર થશે ? 
આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર અદાણી ગ્રુપના શેર પર જોવા મળી શકે છે. ગયા વર્ષે હિંડનબર્ગના રિપોર્ટ બાદ હોબાળો થયો હતો, એટલું જ નહીં, આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો થયો હતો. હાલ તો આ નિર્ણયની શું અસર થશે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

વિદેશમંત્રી જયશંકરે ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ

Vivek Radadiya

કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ

Vivek Radadiya

પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો

Vivek Radadiya