Abhayam News
AbhayamGujarat

રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે નિર્ણય 

Decision of Rajkot Marketing Yard for Farmers

રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે નિર્ણય  ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ હવે ડુંગળી વેંચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી અપાશે. મહત્વનું છે કે, આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે. 

રાજકોટમાં ડુંગળીની આવકને લઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. જેથી હવે ડુંગળી વેંચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી અપાશે. નોંધનિય છે કે, ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે નિર્ણય 

આ તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જેને લઈ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી. આ તરફ જૂનાગઢના વિસાવદરમાં ડુંગળની સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ સાથે હવે દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે. જેને લઈ હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા સામે ઉંચા ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ભારતીયો વર્ષ 2023માં ઈન્ટરનેટ પર સૌથી વધુ શું સર્ચ કરતા હતા

Vivek Radadiya

સુપ્રીમ કોર્ટે NEET-PG કાઉન્સિલિંગને આપી મંજૂરી….

Abhayam

અંબાલાલે ઓચિંતી કરી આફતની આગાહી

Vivek Radadiya