આજે કમલમ ખાતે ભાજપ અને આપ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસે તો આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા હતા, પરંતુ સાથે-સાથે ભાજપના નેતાઓ પણ દંડા લઈને તૂટી પડ્યા હતા. ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ પોલીસની હાજરીમાં જ દંડો લઈને લોકોને મારતા હતા અને પોલીસ જોઈ રહી હતી.
આજે કમલમ ખાતે ભાજપ અને આપ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસે તો આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા હતા, પરંતુ સાથે-સાથે ભાજપના નેતાઓ પણ દંડા લઈને તૂટી પડ્યા હતા. ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ પોલીસની હાજરીમાં જ દંડો લઈને લોકોને મારતા હતા અને પોલીસ જોઈ રહી હતી.
રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે હવે રાજકરણ પણ ગરમાયું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ પેપર જે પ્રિન્ટીંગ પ્રેસમાં છાપવા માટે આપવામાં આવ્યું હતું ત્યાંથી લીક થયું હતું.
આ ઘટનામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની પીઠના ભાગે લાકડી મારવામાં આવી હોવાના નિશાન પણ પડી ગયા હતા. તો પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને માર્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકર્તાઓને માથાના ભાગે ઈજા થઇ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રવક્તા મિહિર પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા પર ગુજરાતના યુવાનોનો અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.
ભાજપ પ્રદેશ કાર્યાલયની બહાર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થઇને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. બંધ કરો, બંધ કરો પેપર કૌભાંડ બંધ કરો અને અસિત વોરા હાય-હાયના નારા પણ લગાવ્યા હતા અને રામધૂન પણ બોલાવી હતી. તો આમ આદમી પાર્ટીના આ વિરોધને રોકવા માટે પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, લગભગ 1 વાગ્યા આસપાસની આ ઘટના છે. કાર્યાલયમાં મહિલા મોરચાની બેઠક ચાલતી હતી. આ બેઠકમાં મહિલા મોરચાના ઉપઅધ્યક્ષ શ્રદ્ધાબેન રાજપૂત અને શ્રદ્ધાબેન ઝા પણ ત્યાં હાજર હતા અને બાકીની મહિલા કાર્યકર્તાઓ હતી. આ સમયે 500 લોકોનું આમ આદમી પાર્ટીનું ટોળું કમલમમાં ગેટ પર આવ્યું. ત્યારે વોચમેને કહ્યું તમે દેખાવો કમલમના ગેટ પર કરી શકો છો. ત્યારબાદ તેઓ ગેટ તોડીને અંદર આવ્યા. તેઓ કમલમના પગથીયા ચઢીને ઉપર ધસી આવ્યા. ત્યારબાદ તેઓ ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશ સી.આર. પાટીલ વિષે ન છાજે તેવા શબ્દો બોલવા લાગ્યા.
પેપર લીક કાંડ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય પર જઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દારુના નશામાં કાર્યાલયમાં ઘૂસ્યા છે અને ભાજપની મહિલા કાર્યકર્તાઓની છેડતી કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીના વિરોધ બાદ રાજકરણમાં ગરમાવો આવો ગયો છે. કારણ કે ભાજપના નેતાઓ આપના કાર્યકર્તા અને નેતા પર છેડતી અને દારૂના નશામાં હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
ઈશુદાન ગઢવી દારુ પીધેલી હાલતમાં હતા. આ અમે ફરિયાદમાં પણ લખાવ્યું છે. અમે કોઈને ગાળો આપી નથી. આમ આદમી પાર્ટીને નેતાઓને અમે સમજાવ્યા હતા. પ્રશાંત કોરાટ લાકડી લઇને મારતા દેખાયા નથી. પણ પ્રશાંત કોરાટે આપના કાર્યકર્તાઓના હાથમાંથી લાકડી લઇ લીધી છે. એ લોકો વિરોધ કરવા માટે આવ્યા એટલે મેં પોલીસને માહિતી આપી ત્યારબાદ પોલીસ 15 મિનીટમાં પહોંચી હતી.
આ બાબતે અમારી મહિલા કાર્યકર્તાઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે લોકોએ મહિલા કાર્યકર્તાઓ પર ન કહી શકાય અને ન જણાવી શકાય તેવી જગ્યા પર છેડતી કરી હતી. કોઈ પણ રાજકીય પક્ષના પ્રીમાઈસિસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરવો તે ગુનો છે. જે કાર્યકર્તા હતા તેમાં ઈશુદાન ગઢવી હતા અને તેઓ નશાની હાલતમાં હતા. જેમને આ કૃત્ય કર્યું છે તેમાં નીખીલ સવાણી, પ્રવીણ રામ અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા હતા તેમના મહિલા પ્રમુખ પણ હતા.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ મંત્રી પેપર કાંડની અંદર તપાસ કરીને તેના મૂળ સુધી પહોંચતા હોય ત્યારે 80 હજાર પરિવારને ન્યાય અપાવવાનો પ્રયાસ કરતા હોય ત્યારે આ લોકો ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરતા હતા. પેપર કાંડની તપાસ પૂરી થયા પછી આવું કરવાની શું જરૂર હતી. અમારા પાંચથી છ કાર્યકર્તાઓને તેમને પણ ઉજરડા પડ્યા છે. ઋત્વિજ પટેલ અને મને પણ લાગ્યું છે. શ્રદ્ધાબેન ઝા અને શ્રદ્ધાબેન રાજપૂત અને બીજી બે મહિલા સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓને હાથ અને મોઢા પર ઉઝરડા પડ્યા છે જ પણ સાથે ન બતાવી શકાય તેવી જગ્યા પર પણ ઉઝરડા પડ્યા છે. મહિલાઓની છેડતી કરવામાં આવી છે તેના CCTV ફૂટેજ પણ છે. ઈશુદાન ગઢવીએ છેડતી કરી છે. તે 100% છે. જ્યારે પોલીસ આવી ત્યારે નીખીલ સવાણી રીઢા ગુનેગાર તરીકે ભાગી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…