Abhayam News
AbhayamNews

જાણો જલ્દી:-ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રભારી રાજીવ સાતવનું નિધન..

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કર્યુ છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.

એપ્રિલમાં કોવિડ -19 ટેસ્ટ પોઝીટીવ આવનાર ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ પૂણેની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેમનું નિધન થયું હતું. સાતવને એક નવા વાયરલ ઇન્ફેક્શનનું નિદાન થયું હતું અને તેની હાલત ગંભીર હતી.

અત્રે ઉલેખનીય છે કે, 23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનના કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને દિગ્ગજ નેતા રાજીવ સાતવનું 46 વર્ષની ઉંમરે અવસાન થયું છે અને તેમના અવસાનથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળી ગયું હતું અને છેલ્લે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

Surat: સુરતના શરણમ્ જ્વેલર્સ પર EDનું સર્ચ

Vivek Radadiya

સ્વિગી પર સૌથી વધારે ઓર્ડર કરવામાં આવેલી ડીશ 

Vivek Radadiya

સુરત :: ઘણા વિસ્તારમાં SMC, NGO અને કોર્પોરેટરના સહકારથી આઈસોલેશન સેન્ટરો શરૂ થયા….

Abhayam

1 comment

Comments are closed.