Abhayam News
AbhayamBusiness

વધુ એક કંપનીએ લોન્ચ કર્યો IPO દાવ લગાવશો તો નફો થવાના પૂરેપૂરા ચાન્સ

એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1,24,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો માટે મેક્સિમમ લોટ 1 જ છે. જ્યારે, HNI વધારેમાં વધારે 2 લોટ પર દાવ લગાવી શકે છે

ઓન ડોર કોન્સેપ્ટ આઈપીઓ આજે એટલે કે 23 ઓક્ટોબર 2023ના રોજ રોકાણ માટે ઓપન થઈ ગયો છે. રોકાણકારો ઈશ્યૂમાં 27 ઓક્ટોબર સુધી દાવ લગાવી શકશે.

સેબીને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, આઈપીઓની સાઈઝ 31.18 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ દ્વારા 14.99 લાખ ફ્રેશ શેર બહાર પાડવામાં આવશે. આવો વિગતમાં જાણીએ.

શું છે પ્રાઈસ બેન્ડ- ઓન ડોર કોન્સેપ્ટ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 208 રૂપિયા છે. કંપનીએ એક લોટમાં 600 શેર રાખ્યા છે. જેના કારણે એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1,24,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો માટે મેક્સિમમ લોટ 1 જ છે. જ્યારે, HNI વધારેમાં વધારે 2 લોટ પર દાવ લગાવી શકે છે.

શું છે ગ્રે માર્કેટની સ્થિતિ?- ટોપ શેરની રિપોર્ટ અનુસાર, ગ્રે માર્કેટમાં કંપનીના શેર આજે 30 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. GMP દર્શાવે છે કે, કંપનીની લિસ્ટિંગ પોઝિટિવ થશે. ઓન ડોર કોન્સેપ્ટ આઈપીઓ લિસ્ટિંગના દિવસે 14.42 ટકાનું રિટર્ન આપી શકે છે. જાણકારી અનુસાર, ગત કેટલાક દિવસથી જીએમપીમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.

ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ આઈપીઓ માટે લીડ મેનેજર રહેશે. જ્યારે, બિગ શેર સર્વિસિઝ ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ કંપનીએ બેંક ફ્રોડના આરોપોને નકાર્યા

Vivek Radadiya

ગુજરાત સરકારે આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત કરી

Vivek Radadiya

દિલ્હીમાં ફરી વધારવામાં આવ્યું લોકડાઉન:-આ તારીખ સુધી યથાવત રાખ્યા પ્રતિબંધો

Abhayam