Abhayam News
AbhayamGujaratSurat

સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ હબ

સૂરતનાં ડાયમંડ વેપારીઓએ આશરે 3400 કરોડ રૂપિયાનાં ખર્ચે દુનિયાનો સૌથી મોટો ડાયમંડ બિઝનેસ હબ તૈયાર કર્યો છે. હવે મુંબઈની જગ્યાએ સૂરતથી જ ડાયમંડનો નિકાસ દેશ-વિદેશમાં કરવામાં આવશે.

  • સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ હબ
  • મુંબઈથી ડાયમંડ વેપારીઓ સૂરત શિફ્ટ થઈ રહ્યાં છે
  • 3400 કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવી છે બિલ્ડિંગ

સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ હબ

સૂરત ડાયમંડ બુર્સ:મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને કારણે સૂરતનાં ડાયમંડ વેપારીઓએ મુંબઈમાં પોતાની અલગથી ઓફિસ લેવી પડતી હતી. જેની મદદથી સૂરતમાં ઘડવામાં આવેલા ડાયમંડ મુંબઈથી દુનિયાનાં અલગ-અલગ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતાં હતાં.સૂરતનાં ડાયમંડ વેપારીઓએ આશરે 3400 કરોડ રૂપિયાનાં ખર્ચે દુનિયાનો સૌથી મોટો ડાયમંડ બિઝનેસ હબ તૈયાર કર્યો છે.

સૂરત ડાયમંડ બુર્સ


દુનિયાનાં સૌથી મોટા ડાયમંડ હબને- સૂરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) નામ આપવામાં આવ્યું છે. આ હબને દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગનું શીર્ષક પણ મળી ચૂક્યું છે. પહેલા આ શીર્ષક પેંટાગન બિલ્ડિંગ પાસે હતું. સૂરતમાં બનેલ સૂરત ડાયમંડ બુર્સનાં કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને ટેક્સ સ્વરૂપે મોટું નુક્સાન થઈ શકે છે કારણકે મુંબઈમાં વસેલા ગુજરાતી ડાયમંડ વેપારીઓ પોતાનો બિઝનેસ સમેટીને સૂરત તરફ વળી રહ્યાં છે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની સુવિધા શરૂ


વર્ષોથી સૂરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. સૂરત સિટીની ડાયમંડ ફેક્ટ્રીઓમાં કોતરવામાં આવેલા ડાયમંડનો નિકાસ દેશ અને દુનિયાનાં અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવે છે. અને એ માટે મુંબઈની મદદ લેવામાં આવે છે. મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને લીધે સૂરતનાં ડાયમંડ વેપારીઓને મુંબઈમાં પોતાની અલગ ઓફીસ ખોલવી પડતી હતી પણ હવે આ હબને કારણ આ બિઝનેસ સાથે જોડાયેલા લાખો લોકોની મુશ્કેલી હવે દૂર થઈ છે. કારણકે હવે સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવશે, જેથી સુરતના હીરાના વેપારીઓ હવે મુંબઈને બદલે સુરતથી જ દુનિયાભરમાં તેમનો હીરાનો વ્યવસાય કરી શકશે.

3400 કરોડનાં ખર્ચે આ હબ તૈયાર 


સૂરત ડાયમંડ એસોસિએશનનાં પૂર્વ અધ્યક્ષ અને સૂરત ડાયમંડ બુર્સ કમિટીનાં સદસ્ય દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે સરકાર દ્વારા સૂરતનાં ખજોદ વિસ્તારમાં ઘોષિત કરવામાં આવેલ ડ્રીમ સિટી પ્રોજેક્ટની 67 લાખ વર્ગ ફુટની જમીન પર 14-14 માળનાં 9 ટાવર તૈયાર કરવામાં આવ્યાં છે. આ ટાવરમાં અલગ-અલગ ડાયમંડ કંપનીઓની 4300 ઓફિસ છે. આ ઓફિસની બિલ્ડિંગ્સ તૈયાર થવાથી પહેલા જ ડાયમંડ વેપારીઓએ ઓફિસ ખરીદી લીધી હતી. આશરે 3400 કરોડનાં ખર્ચે આ હબ તૈયાર કરવામાં આવ્યું છે. સરકારની પાસથી માર્કેટ વેલ્યૂથી પણ વધારે કિંમત આપીને ડાયમંડ વેપારીઓએ આ જમીન ખરીદી હતી જેથી સૂરત અને મુંબઈનાં ડાયમંડ વેપારીઓ એક છતની નીચે આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

Vivek Radadiya

જાણી લો:-ગુજરાતમાં માસ્કના દંડ મામલે આવી ગયા મોટા સમાચાર…

Abhayam

સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

Vivek Radadiya