Abhayam News
AbhayamBusinessGujaratNewsPolitics

UAE અને ભારતે મિલાવ્યા હાથ

UAE અને ભારતે મિલાવ્યા હાથ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)એ સ્ટુડન્ટ-ફેકલ્ટીની મોબિલીટીને સરળ બનાવવા માટે એકબીજા સાથે હાથ મિલાવ્યો છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુએઇના તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન બુધવારે અબુ ધાબીમાં તેમના કાઉન્ટરપાર્ટ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રવાસનો હેતુ બંને દેશો વચ્ચે હાલના શૈક્ષણિક સહકારને મજબૂત કરવાનો છે.

શિક્ષણ મંત્રાલય અનુસાર, બુધવારે ધર્મેન્દ્ર પ્રધાને યુએઈના શિક્ષણ મંત્રી અહમદ અલ ફલાસીને મળ્યા હતા. અહીં તેઓએ અન્ય ઇનિશિએટીવ્સની સાથે આ ઈફેક્ટ માટે MoU સાઇન કર્યા હતા. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ મુલાકાત શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રમાં પરસ્પર હિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ, ભાગીદારી અને સમન્વયને પ્રોત્સાહન આપશે.”

શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, યુએઈ ગ્લોબલ ઈકોનોમિક હોટસ્પોટ છે અને ભારત ગ્લોબલ ટેલેન્ટ હોટસ્પોટ છે, બંને દેશોએ તેમની સભ્યતાના કનેક્શનને મજબૂત કરવા અને જ્ઞાનનો સેતુ બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મેમોરેન્ડમનો ઉદ્દેશ બંને દેશોમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની મોબલિટી, જોઇન્ટ રીસર્ચ પ્રોગ્રોમ્સ, કોર્સ ડિઝાઇન કરવા, કોન્ફરન્સનું આયોજન કરવું અને તેમાં ભાગ લેવો, લેક્ચર્સ, સિમ્પોઝિયા, કોર્સિસ, સાયન્ટિફિક અને એજ્યુકેશનલ એક્ઝિબિશનમાં ભાગ લેવા અને તેમાં ભાગીદારીની સુવિધા આપીને બંને દેશોમાં શૈક્ષણિક સંસ્થાઓના ક્ષેત્રમાં વર્તમાન સહકારને મજબૂત કરવાનો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા કોલાબ્રેશનથી વિવિધ ક્ષેત્રોમાં માહિતીના આદાન-પ્રદાનની સુવિધાઓ પણ મળશે. જેમાં બંને દેશોમાં રેગ્યુલેશન, લીગલ સ્ટ્રક્ચર્સ અને જનરલ અને હાયર એજ્યુકેશનમાં બેસ્ટ પ્રેક્ટિસ સામેલ છે. બંને દેશો વચ્ચે ક્વોલિફીકેશન્સની પરસ્પર માન્યતાને સરળ બનાવવા માટે જનરલ અને હાયર એજ્યુકેશનમાં ફ્રેમવર્ક અને પોલિસીઓ, બંને દેશોની ઇન્સ્ટિટ્યૂટ્સ વચ્ચે એકેડેમિક કોલાબ્રેશન દ્વારા જોઇન્ટ ડિગ્રી અને ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરવા અને ટેકનિકલ એન્ડ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (ટીવીઈટી)ના શિક્ષણ સ્ટાફના ક્ષમતા વિકાસના ક્ષેત્રમાં સહયોગ આપવો.

તેમાં જણાવ્યા અનુસાર, “આ એમઓયુ ભારત અને યુએઈના શિક્ષણ મંત્રાલયના પ્રતિનિધિની અધ્યક્ષતામાં એક જોઇન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવાની સુવિધા આપશે. વર્કિંગ ગ્રુપ આ મેમોરેન્ડમના અમલીકરણની સમીક્ષા કરવા માટે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત વારાફરતી મળશે.”

શિક્ષણ મંત્રીએ માઇક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (ટ્વીટર) પર પોસ્ટ કરી હતી કે, “આ મુલાકાત દરમિયાન પ્રધાને એક કોડિંગ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રોજેક્ટ-આધારિત અને ગેમિફાઇડ અભ્યાસક્રમ મારફતે ઇનોવેશન, ક્રિએટીવિટી અને પીઅર-ટુ-પીઅર લર્નિંગને પ્રોત્સાહિત કરવા પર ઊંડું ધ્યાન કેન્દ્રિત કરતી કોડિંગ સ્કૂલ, 42 અબુ ધાબીની મુલાકાત લીધી હતી. જી.સી.સી.માં આ પ્રકારની પ્રથમ શાળા, @42AbuDhabi ટેક-એનેબલે ભવિષ્યના સ્વપ્નને સાકાર કરવા માટે શિક્ષણ પ્રત્યેના અવરોધોને દૂર કરવા પર ભાર મૂક્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે. આખું વર્ષ 24/7 ખુલ્લી રહે છે, તે શીખનારાઓને પણ તેમના શિડ્યુલ મુજબ શીખવા અને કમાવવા માટે સંપૂર્ણ ફ્લેક્સિબિલીટી પ્રદાન કરે છે. કમાણી કરવાની સાથે ફ્લેક્સિબિલીટી અને શીખવું એ પણ એનઇપી 2020ની મુખ્ય ભલામણ છે. આવા પ્રગતિશીલ માર્ગોનો સમાવેશ કરવો એ ભારતના પ્રતિભાશાળી યુવાનો અને કાર્યબળને સશક્ત બનાવવાનો એક સારો માર્ગ છે.”

આ ઉપરાંત બંને મંત્રીઓએ એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટમાં દ્વિપક્ષીય જોડાણોની સમીક્ષા કરી હતી. ખાસ કરીને આ સપ્ટેમ્બરમાં ભારત દ્વારા આયોજિત G 20 ઇવેન્ટના ભાગરૂપે યોજાયેલી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપની સાઇડલાઇનમાં તેમની બેઠક દરમિયાન ચર્ચા કરાયેલા મુદ્દાઓ પરની પ્રોગ્રેસ અંગે સમીક્ષા કરી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મંત્રીઓએ ઇન્સ્ટિટ્યૂશનલ મિકેનિઝમ્સને મજબૂત કરવા અને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સરળ મોબિલિટી માટેની પ્રક્રિયાઓને ઝડપી બનાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

 સુરત ઇકો સેલ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પડાયો

Vivek Radadiya

જુઓ:-શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOC માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત…

Kuldip Sheldaiya

શું તમને ડીઝલ ગાડી પસંદ છે? 

Vivek Radadiya