ગિલ આઉટ થતાં જ નિરાશ થઈ સારા તેંડુલકર ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડલકર શ્રીલંકા સામેની મેચ જોવા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ આવી હતી.
- સારા તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમમાં જોઈ ભારત-શ્રીલંકાની મેચ
- સારા તેંડુલકર શુભમન ગિલને રમતો જોવા આવી હોવાની ચર્ચા
- સારા તેંડુલકર શુભમન ગિલ વચ્ચે છે અફેરની ચર્ચા
- કોઈ મગનું નામ મરી નથી પાડતાં પણ તેમનો સંબંધ જાહેર થઈ ગયેલો છે
ગિલ આઉટ થતાં જ નિરાશ થઈ સારા તેંડુલકર
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડલકર અને ટીમ ઈન્ડીયાના સ્ટાર ખેલાડી શુભમન ગિલ વચ્ચે ઘણા સમયથી અફેરની ચર્ચા છે. તાજેતરના સમયમાં બન્ને અનેક વાર સાથે જોવા મળ્યાં હતા. હજુ ગઈ કાલે મુંબઈમાં જિઓ ઈવેન્ટમાં પણ બન્ને સાથે દેખાયા હતા તેના બીજા જ દિવસે ભારત-શ્રીલંકાની મેચ જોવા સારા તેંડુલકર મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી.
શુભમન ગિલ 92 રનમાં આઉટ
શ્રીલંકા સામેની મેચમાં શુભમન ગિલ આક્રમક દેખાતો હતો. તે સદી કરવાની તૈયારીમાં જ હતો પરંતુ ચૂકી ગયો હતો અને 92 રનમાં આઉટ થઈ ગયો હતો. સદી ન કરવાનું દુખ શુભમનના ચહેરા પર જોઈ શકાતું હતું.
સારા-શુભમન ગઈ કાલે જિઓની ઈવેન્ટમાં દેખાયા હતા
ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરના અફેરની ચર્ચાને વધુ એક વાર બળ મળ્યું છે કારણ કે તેઓ બન્ને ફરી એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતા. શુભમન બોલિવુડની અલગ-અલગ સુંદરીઓ સાથેના પોતાના અફેરના સમાચારોને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે ફરી એક વાર શુભમન અને સારાના સંબંધની ચર્ચા ઉપડી છે કારણ કે તેઓ બન્ને સાથે સાથે એક ઈવેન્ટમાં દેખાયા હતા. મુકેશ અંબાણીની માલિકીના જિઓ વર્લ્ડ પ્લાઝામાં Jio World Plaza લોન્ચ ઈવેન્ટમાં બન્ને સાથે દેખાયા હતા. પત્રકારો અને ચાહકોને જોતા જ બન્ને ગેટ પાછળ છુપાઈ ગયા હતા અને કેમેરાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.
બન્નેને સાથે જોઈને ચાહકો ખુશખુશાલ
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું, “શુભમન ભાઈ મીડિયાને જોઈને છુપાઈ ગયા.” અન્ય એક યુઝરે લખ્યું, “સારા અને શુભમન એકસાથે ખૂબ જ સારા લાગી રહ્યા છે.” ત્રીજા યુઝરે લખ્યું, “મને લાગે છે કે સારા અને શુભમન સારા મિત્રો છે.” સારા અને શુભમન પહેલા પણ સાથે જોવા મળ્યા હતા, પરંતુ વચ્ચે સમાચાર આવવા લાગ્યા કે બંને અલગ થઈ ગયા છે. તેમની વચ્ચે સારા અલી ખાન પણ આવી ગઈ છે. પરંતુ ફરી એકવાર બંનેને સાથે જોઈને યૂઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે સારા અને શુભમન હજુ પણ સાથે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
.