Abhayam News
AbhayamGujaratNewsSocial Activity

રાજ્યની સૌથી વધુ ઊંચાઇ પર આવેલી પોલીસ ચોકી

ગુજરાતમાં આ જગ્યાએ આવેલી છે રાજ્યની સૌથી ઊંચી પોલીસ ચોકી 

રાજ્યનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. ગિરનારમાં અંબાજી ખાતે પોલીસ ચોકી આવેલી છે. રાજ્યની સૌથી વધુ ઊંચાઇ પર આવેલી પોલીસ ચોકી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પરથી છેક ભાવનગરના પાલીતાણા સુધી સંપર્ક થઈ શકે છે.

ઊંચો ગઢ ગિરનાર વાદળોથી વાતો કરે

જૂનાગઢના ગિરનાર પર્વત વિશે તમે એક પંક્તિ સાંભળી હશે કે ઊંચો ગઢ ગિરનાર વાદળોથી વાતો કરે. ત્યારે આ ઊંચા ગઢ ગિરનાર ખાતે રાજ્યની સૌથી ઊંચી પોલીસ ચોકી આવેલી છે. જૂનાગઢનું ગિરનાર અનેક પૌરાણિક ઇતિહાસ ધરાવે છે. અહીઁ અમુક ખાસ તહેવારો તેમજ રજાઓના દિવસોમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે.

ગિરનાર પર્વત ઊંચાઈ પર આ પોલીસ ચોકી આવેલી છે

ગિરનાર પર્વત ઊંચાઈ પર આ પોલીસ ચોકી આવેલી છે એટલે અમુક સમયે એવું પણ બનતું હોય છે કે, જૂનાગઢથી દૂર આવેલા પોલીસ સ્ટેશનનો સંપર્ક થઈ શકતો નથી. તેથી જૂનાગઢ કંટ્રોલરૂમથી ગિરનાર પર વાયરલેસ સંપર્ક કરવામાં આવે છે અને ગિરનાર વાયરલેસ સ્ટેશન પરથી માળિયા, વિસાવદર અને માંગરોળ સહિત પોલીસ સ્ટેશનનો સંપર્ક થઈ શકે છે.

ત્યારે ગિરનાર પર પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે આ જગ્યા પર એક કાયમી પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે. અહીં આઠ આઠ કલાકની સિફ્ટમાં કુલ છ લોકો ફરજ બજાવે છે. બે પોલીસ કર્મી અને વાયરલેસ વિભાગના સ્ટાફ અહીં ફરજ બજાવે છે.

આ વાયરલેસ ફ્રિકવન્સી એટલી સારી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પરથી છેક ભાવનગરના પાલીતાણા સુધી સંપર્ક થઈ શકે છે. ગીરનાર વાયરલેસ સ્ટેશનનું કામગીરી સંભાળતા પીએસઆઇ ડી.એમ .જલુએ જણાવ્યું હતું કે, અમારે અહીંનું તમામ મેન્ટેનન્સનું કામગીરી સંભાળવાની હોય છે. અહીં ફલર્ડ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે.

આ અપલોડ કંટ્રોલ રૂમમાં જંગલમાં ક્યારેક આવેલા પૂરની પરિસ્થિતિને પણ લીધે ગિરનાર પરથી સંપર્ક કરી શકાય છે અને ક્યારેક એવું પણ બને છે કે, વધુ વરસાદને લીધે ગિરનાર રોપવે સેવા સ્થગિત થઈ જાય છે, તો અહીં ફરજ બદલાવતા કર્મીઓ સાતથી આઠ દિવસ સુધી અહીં રહેવું પડે છે.રાજ્યની સૌથી વધુ ઊંચાઇ પર આવેલી પોલીસ ચોકી છે.

રહેવા અને જમવાની પણ વ્યવસ્થા આ પોલીસ ચોકી ખાતે ઉભી કરવામાં આવી છે.આ પોલીસ ચોકીમાં કાયમી પોલીસ સ્ટાફ રહે તે માટે કાયમી માટે ડ્યુટી મુજબ પોલીસના જવાનો પણ મૂકવામાં આવ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ચોકીનું ઉદ્ઘાટન કર્યું

કાયદો વ્યવસ્થા સુસજ્જ રહે અને કોઈ અસામાજિક તત્વોમાં મોકલું મેદાન ન મળે તે રીતે આ ચોકી હાલમાં અડીખમ ઊભી છે.શિવરાત્રી સમયે જૂનાગઢની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું અને આધુનિક ઉપકરણો સાથે આ ચોકી ઊભી કરી અને દરેક ગિરનાર પર આવનારા શ્રદ્ધાળુઓ વિના સંકોચે પોલીસની મદદ મળી રહે તે માટે પણ આ ચોકીની કામગીરી કરવામાં આવી હતી

હાલમાં આ જગ્યાને ગિરનાર રીપીટર સ્ટેશન નામ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો એક કોરોના વોરીયર્સની કહાની:-બીજાના માતા-પિતાની સેવા કરી હું મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગું છું:

Abhayam

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam

ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર

Vivek Radadiya